રાજકોટ: રાજકોટ શહેરમાં ધોરણ 12ની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. ભોગ બનનાર વિદ્યાર્થીનીની માતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમની પુત્રી પર ભવ્ય કથારીયા નામના શિક્ષકે પરીક્ષાના ટોપિકની ચર્ચાના બહાને ઘરે આવીને બે બે વખત મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. જે અંગે યુનિવર્સિટી પોલીસે તાત્કાલિક ગુનો નોંધી શહેરના રાજમણી કોમ્પ્લેક્સમાં અક્ષર ક્લાસિસ નામે ટ્યુશન ચલાવતા ભવ્યની કથારીયાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટમાં ધોરણ-12ની વિદ્યાર્થીની પર શિક્ષકે આચર્યું દુષ્કર્મ - વિદ્યાર્થિની પર દુષ્કર્મ
કોરોના મહામારીના સમયમાં રાજકોટમાં શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના સામે આવી છે. શહેરના રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક ટ્યુશન ક્લાસિસ ચલાવતા શિક્ષક ભવ્ય મનોજભાઈ કથારીયા સામે ધોરણ 12ની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાઇ છે.
![રાજકોટમાં ધોરણ-12ની વિદ્યાર્થીની પર શિક્ષકે આચર્યું દુષ્કર્મ રાજકોટમાં ધોરણ-12ની વિદ્યાર્થીની સાથે શિક્ષકે આચર્યું દુષ્કર્મ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-08:01:36:1596119496-gj-rjt-05-teacher-rape-av-7202740-30072020193618-3007f-1596117978-108.jpg?imwidth=3840)
રાજકોટમાં ધોરણ-12ની વિદ્યાર્થીની સાથે શિક્ષકે આચર્યું દુષ્કર્મ