રાજકોટ: રાજકોટ ગ્રામ્યમાં કોરોના વ્યાપ વધતા ઉપલેટામાં 7, ગોંડલમાં 6, ધોરાજીમાં 2, જસદણ પંથકમાં 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જસદણ પંથકમાં ગુરુવારે 4 પોઝિટિવ કેસ નોંધાયા હતા અને સાણથલીમાં 2 તથા લીલાપુરમાં 2 કોરોના કેસ નોંધાયા હતા.
લીલાપુરના ભીખાભાઈ કાકડીયાનો ગુરુવારે કોરોના સેમ્પલ લેવામાં આવ્યું હતું પરંતુ તેના પરિણામ પહેલા જ તેમનું નિધન થયું હતું. ત્યારબાદ PPE કીટ પહેરી તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી.
ઉપલેટા તાલુકામાં પણ કોરોના સંક્રમણમાં ઉછાળો આવતા એકસાથે 7 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા.
ઉપલેટાના દરબાર ગઢ સોની બજાર રોડ, સ્મશાન રોડ, પાનેલી ગામના લીમડા ચોક, નટવર ચોક શેઠ શેરીમાં, શાસ્ત્રીનગર સોસાયટીમાં અને પંચહાટડી ગામે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા.