રાજકોટ: ગોંડલ શહેર અને તેની આસપાસના ગામડાઓ ઉપલેટા, જસદણ, કોટડાસાંગાણી વગેરેમાં કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે.
ગુરુવારે ગોંડલ શહેરમાં 8 તેમજ ગ્રામ્ય પંથકમાં 2 પોઝિટિવ કેસ નોંધાતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે. શહેરના ભોજરાજપરા વિસ્તારમાં 3, કૈલાશ બાગ સોસાયટીમાં 1, ઉદ્યોગનગરમાં 1, સહજાનંદ નગરમાં 1, હાઉસિંગ સોસાયટીમાં 1, ગાયત્રી નગરમાં 1 કેસ નોંધાયા છે.
જ્યારે ગ્રામ્ય પંથકમાં જોઈએ તો બંધિયામાં 1, ભોજપરા ગામમાં 1 પોઝિટિવ કેસ નોંધાયા છે. જસદણ શહેર અને પંથકમાં વધુ ત્રણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
જસદણ શહેરના લાતીપ્લોટ વિસ્તારમાં રહેતા 52 વર્ષીય મનોજભાઈ મેઘજીભાઈ વઘાસીયા, કૈલાશનગર વિસ્તારમાં રહેતા 42 વર્ષીય ભાવેશભાઈ ગોપાલભાઈ છાયાણી, તેમજ માધવીપુર ગામે બસ સ્ટેન્ડની બાજુમાં રહેતા 42 વર્ષીય જયસુખભાઈ ધીરૂભાઈ કાંકડીયા નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
ઉપલેટા તાલુકામાં પણ વધુ 4 કોરોના પોઝિટિવ કેસ નોધાયા હતા. ઉપલેટા તાલુકાના ખારચીયા ગામે રહેતા 40 વર્ષિય મહીલા ભાયાવદર ગામે 56 વર્ષિય પુરુષ અને રબારીકા ગામે આંગણવાડી પાસે રહેતા 35 વર્ષિય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયો હતો. તેમજ કોટડાસાંગાણી તાલુકામાં પણ કોરોનાના વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયા હતા.