રાજકોટઃ રાજકોટમાં કોટડાસાંગાણીના વાદિપરામાં થયેલા સશસ્ત્ર ધીંગાણામા પોલીસે બંને પક્ષના આરોપીની ધરપકડ છે. જેમાં ત્રણ મહિલા સહિત 10 આરોપી સામેલ છે. હાલ પોલીસે ઘટનાની વધુ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિત પ્રમાણે, તાલુકાના વાદિપરા ગામે વાડિના શેઢા પર નાનું વૃક્ષ પડી જવા જેવી સામાન્ય બાબતમાં લોહીયાળ ધીંગાણુ ખેલાયું હતું. જેમાં બે પરીવાર સામસામે ઘાતક હથિયારો વડે એક બીજા પર તૂટી પડ્યા હતા. બંને પરિવારના લોકોએ તલવાર, ધારીયા, લાકડીઓ અને છુટ્ટા પથ્થરોના ઘા કર્યા હતા. જેમા શોભનાબેન નામની મહિલાને માથાના ભાગે તલવારનો ગંભીર ઘા વાગતાં ઈજા થતાં તેમની હાલત નાજુક છે. હાલ, તેઓને સારવાર અર્થે રાજકોટ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ મામલે પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે હત્યાની કોશિશ સહિતની કલમો મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે બંને પક્ષની ત્રણ મહિલા અને સાત પુરુષો મળી દસ આરોપીઓની ધરપકડ કરી છે. જેમા વિજય દાના માલકિયાની ફરિયાદ પરથી વિપુલ ગોરધન બારૈયા, ગોરધન ચના બારૈયા, અને વજી ગોરધન બારૈયાની ધરપકડ કરવામાં આવી હતી.
જ્યારે સામા પક્ષના જગદીશ બારૈયાની ફરીયાદ પરથી પોલીસે વાદિપરા ગામેથી વિજય દાના માલકિયા, સંદિપ દાના માલકિયા, કિશન વાઘજી માલકિયા, નીલેશ મનસુખ માયાણી, મહેશ રવજી સાકરીયા, ગીતા દાના માલકિયા, શર્મીલા વીજય માલકિયા સહીતના ઓનો કોવિડ-19 ટેસ્ટ કરાવી કાયદેસરની ધરપકડ કરી હતી.
જો કે, હાલ બંને પક્ષના દસ આરોપીઓમાંથી બારૈયા પક્ષના ત્રણ આરોપીઓને જામીન મુક્ત કરવામાં આવ્યા છે. આ બનાવ અંગે વધુ તપાસ PSI વી. કે ગોલવલકરે હાથ ધરી છે.