આ અકસ્માતમાં યુટીલીટીમાં સવાર 3 વ્યક્તિઓને ગંભીર ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે એમ્બ્યુલન્સ મારફતે ગોંડલની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. જેમાં 1 વ્યક્તિનું સારવાર પહેલાં જ મોત નિપજ્યું હતું અને અન્ય 2 વ્યક્તિઓની હાલત વધુ પડતી ગંભીર જણાતા તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતાં.
આ અકસ્માતનો ભોગ બનેલાં વ્યક્તિઓમાં મૃતક અને ઈજાગ્રસ્તોના નામ હજુ સામે આવ્યા નથી. જેમને લઈ ગોંડલ તાલુકા પોલીસે યુટીલીટીના નંબર આધારે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.