ETV Bharat / state

રંગીલા રાજકોટમાં 1 કિલો ગાંજો અને 330 ગ્રામ ચરસ સાથે 2 ઇસમોની ધરપકડ

રંગીલા રાજકોટમાં લોકો હવે નશીલા પદાર્થના રવાડે ચડ્યા હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રૃપ દ્વારા બે અલગ-અલગ જગ્યાએથી ગાંજો અને ચરસ ઝડપી પાડવામાં આવ્યા છે. આ સાથે જ 2 ઇસમોની ધરપકડ પણ કરવામાં આવી છે. જ્યારે આ બન્ને ઇસમોને રાજકોટ SOG દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. તેમજ તેમના વિરુદ્ધ વધુ કાર્યવાહી હાથધરવામાં આવી છે.

author img

By

Published : Sep 11, 2021, 11:15 AM IST

રંગીલા રાજકોટમાં 1 કિલો ગાંજો અને 330 ગ્રામ ચરસ સાથે 2 ઇસમોની ધરપકડ
રંગીલા રાજકોટમાં 1 કિલો ગાંજો અને 330 ગ્રામ ચરસ સાથે 2 ઇસમોની ધરપકડ
  • રંગીલા રાજકોટમાં લોકો હવે નશીલા પદાર્થના રવાડે ચડ્યા
  • રાજકોટમાંથી 330 ગ્રામ ચરસ ઝડપાયું
  • રાજકોટ SOG દ્વારા 2 ઇસમોની કરાઇ ધરપડક

રાજકોટ: રંગીલા રાજકોટમાં લોકો હવે નશીલા પદાર્થના રવાડે ચડ્યા હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રૃપ દ્વારા બે અલગ-અલગ જગ્યાએથી ગાંજો અને ચરસ ઝડપી પાડવામાં આવ્યા છે. આ સાથે જ 2 ઇસમોની ધરપકડ પણ કરવામાં આવી છે. રાજકોટના ગંજીવાળા વિસ્તારમાંથી એક ઈસમ ગાંજો સાથે ઝડપાયો છે. જ્યારે ભગવતીપરા મેઈન રોડ પર આવેલા મઢુલી હોટેલ નજીકથી બીજો ઈસમ 330 ગ્રામ ચરસ (હસીસ) સાથે ઝડપાયો છે. જ્યારે આ બન્ને ઇસમોને રાજકોટ SOG દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. તેમજ તેમના વિરુદ્ધ વધુ કાર્યવાહી હાથધરવામાં આવી છે.

આ પણ વાંચો: સૂચનાથી નહિ હવે સૂંઘવાથી મળશે ગાંજો, ડોગને આપવામાં આવશે નાર્કોટિક્સ અને રેસ્ક્યૂની તાલીમ

શહેરમાંથી 1 કિલોગ્રામ ગાંજો ઝડપાયો

રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રૃપની ટિમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન ગંજીવાળા મેઈન રોડ પર આવેલા પીટીસી ગ્રાઉન્ડ નજીક મહેબૂબ અયુબભાઈ શાહમતદાર નામનો ઈસમ અહીંથી પસાર થતા SOGની ટિમ દ્વારા તેની ઝડતી લેવામાં આવી હતી. જેમાં તેની પાસેથી 1 કિલોગ્રામ ગાંજો ઝડપાયો હતો. જેની કિંમત 10 હજાર છે. જેને લઇને રાજકોટ થોરાળા પોલીસ દ્વારા ઈસમ વિરુદ્ધ એનડીપીએસ એકટ અંતર્ગત ગુનો નોંધવાની તજવીજ શરૂ કરાઇ છે.

આ પણ વાંચો: સુરત રેલવે સ્ટેશન ઉપરથી 202 કિલો ગાંજો ઝડપાયો

માદક પદાર્થ 330 ગ્રામ ચરસ (હસિસ) ઝડપાયું

રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રૃપ દ્વારા ગાંજો તો ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યારે બીજી જગ્યાએ દરોડા દરમિયાન ચરસ પણ ઝડપી પાડ્યું છે. SOGએ શાહબાઝહુસેન દિલુભાઇ મકવાણા નામના ઇસમને ભગવતીપરા મેઈન રોડ પર આવેલા મઢુલી હોટેલ નજીકથી 330 ગ્રામ જેટલા ચરસના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. જેની બજાર કિંમત 49,500 છે. જ્યારે ચરસ સાથે ઝડપાયેલા ઈસમ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરવાની પોલીસ દ્વારા તજવીજ હાથ ધરાઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.