- પોલીસે કાર સાથે યુવાનને ઝડપી કડક કાર્યવાહી હાથ ધરી
- કારના ચેકીંગ દરમિયાન કારની ડેકીમાંથી એક લોખંડનો પાઈપ મળી આવ્યો
- હથિયાર બંધી જાહેરનામાનો યુવાને કર્યો ભંગ
પોરબંદર: કારના બોનેટ પર બેસીને ફૂલ સ્પીડમાં કાર ચલાવીને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરનારા શખ્સને પોરબંદર પોલીસે કાર સાથે ઝડપી લીધો છે.
યુવાન પૂરઝડપે માનવ જીંદગી જોખમાય તે રીતે કાર ચલાવતો મળી આવ્યો
પોલીસ અધિક્ષક ડૉ.રવિ મોહન સૈની દ્વારા જિલ્લામાં ધૂમ સ્ટાઇલ વાહન ચલાવતા શખ્સોને પકડી પાડવા તેમજ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરનારા શખ્સને પકડી પાડવા ખાસ સુચના આપી હતી. જે અનુસંધાને પોરબંદર LCBની ટીમ હોળી-ધુળેટીના પર્વ સબબ પોરબંદર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન આરોપી ચેતન ગગુભાઇ પરમાર એક સફેદ કલરની કાર મારંમાર પૂરઝડપે માનવ જીંદગી જોખમાય તે રીતે ચલાવતો મળી આવ્યો હતો.
આ પણ વાંચો: સોમનાથમાં વિધર્મી યુવકનો વીડિયો વાયરલ થયા બાદ સોમનાથ ટ્રસ્ટે ફરિયાદ નોંધાવી
ચેકીંગ દરમિયાન કારની ડેકીમાંથી એક લોખંડનો પાઈપ મળી આવ્યો
કારના ચેકીંગ દરમિયાન કારની ડેકીમાંથી એક લોખંડનો પાઈપ મળી આવતા જિલ્લા મેજીસ્ટ્રેટ પોરબંદરના હથિયાર બંધી જાહેરનામાનો ભંગ કરીને જાહેરમાંથી મળી આવી પકડાઇ ગયાનો ગુન્હો કરેલો હોવાથી તેના વિરૂધ્ધમાં પોરબંદર પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી. ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવ્યો છે.
આ પણ વાંચો: ધારાસભ્ય વિનું મોરડીયાના અવાજવળો કથિત વીડિયો વાયરલ