ETV Bharat / state

સંવિધાન બચાવો દેશ બચાવો, પોરબંદરમાં કૉંગ્રી નેતા મેવાણીનો હુંકાર

પોરબંદરમાં કોંગ્રેસના યુવા નેતા જીગ્નેશ મેવાણીએ (Jignesh Mevani) હુંકાર કર્યો છે. સંવિધાન બચાવો દેશ બચાવો. બીજી બાજુ ચૂંટણીની જાહેરાત થઇ ગઇ છે. રાજકીય પક્ષો દ્રારા પ્રચાર કરવામાં આવી રહ્યા છે. જીગ્નેશ મેવાણીએ 2022માં કોંગ્રેસ જંગી બહુમતીથી જીતશે તેવો વિશ્વાસ બતાવ્યો હતો.

સંવિધાન બચાવો દેશ બચાવો, પોરબંદરમાં કૉંગ્રી નેતા મેવાણીનો હુંકાર
સંવિધાન બચાવો દેશ બચાવો, પોરબંદરમાં કૉંગ્રી નેતા મેવાણીનો હુંકાર
author img

By

Published : Nov 5, 2022, 10:48 AM IST

પોરબંદર કોંગ્રેસના યુવા નેતા જીગ્નેશ મેવાણીનો (Jignesh Mevani) પોરબંદરમાં હુંકાર "સંવિધાન બચાવો દેશ બચાવો " વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઇ છે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસારમાં એડીચોટીનું જોર લગાવવાનું ચાલુ કર્યુ છે. પોરબંદરમાં એક જ દિવસમાં કોંગ્રેસ દ્વારા બે બે દિગગજ નેતાઓએ સભાઓ યોજી હતી. જેમાં કોંગ્રેસ પક્ષ દ્વારા શક્તિસિંહ ગોહિલ સાથે પરિવર્તન યાત્રા પોરબંદરમાં આવતા તેનું પોરબંદરમાં સ્વાગત કરાયું હતું.

જન સભા યોજી પોરબંદરમાં બપોરે 2.30 કલાકે તજાવાલા હોલ ખાતે જન સભા યોજી હતી. ત્યાર બાદ કોંગ્રેસના યુવા નેતા અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ દલિત વિસ્તાર કડીયા પ્લોટ અને છાયા પ્લોટમાં સત્યાગ્રહ સભા યોજી હતી. જેમાં ભાજપ સામે આકરા પ્રહારો કર્યા હતા અને સંવિધાન બચાવો દેશ બચાવોનો હુકાર કર્યો હતો. ભારતને બાબા સાહેબ આંબેડકર સંત રવિદાસ અને કબીરની ભૂમિ ગણાવી લોકોને દેશ બચાવવાની હાકલ કરી હતી. 2022માં કોંગ્રેસ જંગી બહુમતીથી જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જ્યારે અર્જૂન મોઢવાડીયાએ કોંગ્રેસના દિગગજ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ આપ પાર્ટી કોંગ્રેસમાં પરત ફરતા તેમને શુભેચ્છા સાથે સ્વીકાર કર્યો હતો.

જંગી બહુમતીથી જીતશે

જંગી બહુમતીથી જીતશે જીગ્નેશ મેવાણીએ 2022માં કોંગ્રેસ જંગી બહુમતીથી જીતશે તેવો વિશ્વાસ બતાવ્યો હતો. બાબા સાહેબ આંબેડકર સંત રવિદાસ અને કબીરની ભૂમિ ગણાવી લોકોને દેશ બચાવવાની હાકલ કરતા પણ નજરે ચડ્યા હતા. કોંગ્રેસના યુવા નેતા જીગ્નેશ મેવાણીનો પોરબંદરમાં "સંવિધાન બચાવો દેશ બચાવો " હુંકાર કર્યો હતો. કોંગ્રેસ પક્ષ દ્વારા શક્તિસિંહ ગોહિલ સાથે પરિવર્તન યાત્રા પોરબંદરમાં આવતા તેનું પોરબંદરમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.