પોરબંદરઃ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, પોરબંદર દ્વારા જિલ્લામાં 21મી જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણી “YOGA AT HOME”, “YOGA WITH FAMILY” અંતર્ગત પોરબંદર જિલ્લાના સમગ્ર સમુદાયને પરિવાર સાથે તેમના ઘરેથી સવારે 7 કલાકે ભાગ લેવા અપીલ કરાઇ છે. સરકાર દ્વારા ઘરેથી યોગમાં ભાગ લે તે માટે વિસ્તૃત ગાઇડલાઇન https://yoga.ayush.gov.in/yoga ઉપર આપવામાં આવેલી છે.
'YOGA AT HOME', 'YOGA WITH FAMILY ગુજરાત સરકાર દ્વારા તા. 14/06/2020થી 20/06/2020 સુધી યોગ કરીશું, કોરોનાને હરાવીશું “#DoYogaBeatCorona” હેશટેગ સાથે રાજ્યકક્ષા યોગ સપ્તાહ કેમ્પેન શરૂ કરેલું છે. જે અંતર્ગત 19,20 જૂનના રોજ તમારા મનગમતા આસન સાથે તમારો ફોટો સોશિયલ મીડિયા ઉપર #DoYogaBeatCorona સાથે પોસ્ટ કરીને આ કેમ્પેનમાં જોડાવા આહ્વાન કરાયું છે.તા.21મી જૂન 2020ના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે સવારના 7 કલાકથી ટેલીવિઝન તેમજ સોશિયલ મીડિયા પર કોમન યોગા પ્રોટોકોલ (CYP) મુજબનું યોગા સેશન યોજાશે. આ ઉપરાંત યુટ્યુબ વીડિયો લીંક http://www.youtube.com/watch?v=0Bsb01XaCfc ઉપર પણ યોગદિન ગુજરાતી ભાષામાં આ સેશન આપવામાં આવેલ છે. જે મુજબ પોરબંદર જિલ્લાની જનતાને વિશ્વ યોગ દિન ઉજવણીમાં ભાગ લેવા અપીલ કરાઇ છે.