ETV Bharat / state

જેતપુરના કેમિકલ યુક્ત પાણીને દરિયામાં છોડવાનો પ્રોજેક્ટ રદ કરવા પોરબંદરના દરિયા દેવનું પૂજન કરાયું - Porbandar samachar

પોરબંદરના સમુદ્રમાં જેતપુરના સાડી ઉદ્યોગનું કલર યુક્ત પાણી પાઇપલાઇન મારફતે ઠાલવવાની યોજના સરકાર દ્વારા મંજૂર કરાઈ છે. જેનો પોરબંદરના લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. પોરબંદરના સેવ પોરબંદર સી કમિટી દ્વારા ગુરુવારે સાંજે દરિયા દેવનું પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

Porbandar news
Porbandar news
author img

By

Published : Jul 22, 2021, 9:26 PM IST

  • જેતપુર ઉદ્યોગના કેમિકલ યુક્ત પાણીથી પોરબંદર સમુદ્ર બચાવો અભિયાન
  • શંખનાદ સાથે ઢોલ વગાડી દરિયાદેવની કરાઈ પૂજા
  • આ અભિયાનમાં અનેક સંસ્થાઓ જોડાઈ
  • કેમિકલ યુક્ત પાણી સમુદ્રમાં ઠલવાશે તો અનેક જીવ અને પોરબંદર શહેરને પણ અસર પડશે

પોરબંદર: જિલ્લાના સમુદ્રમાં જેતપુરના સાડી ઉદ્યોગ (jetpur sari industry) નું કલર યુક્ત પાણી પાઇપલાઇન મારફતે ઠાલવવાની યોજના સરકાર દ્વારા મંજૂર કરાઈ છે. જેનો પોરબંદરના લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ બાબતે અનેક સંસ્થાઓ એ સાથે મળી સેવ પોરબંદર સી (save Porbandar sea) નામની સંસ્થા બનાવી છે. જેના દ્વારા સરકારને આ પ્રોજેક્ટ મોકુફ રાખવા રજૂઆતો કરાઇ રહી છે અને લોકજાગૃતિના અનેક કાર્યક્રમો પણ થઈ રહ્યા છે. પોરબંદરના સેવ પોરબંદર સી કમિટી દ્વારા ગુરુવારે સાંજે દરિયા દેવનું પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ બાબતે તપાસ કરી પ્રોજેક્ટ રદ કરવા અપીલ કરાઇ છે. ત્યારે માછીમાર સમાજ પણ આ પ્રોજેક્ટ કોઈપણ રીતે બંધ થવો જોઈએ તેવી રજૂઆતો સરકારને કરી રહ્યો છે.
આ પ્રોજેક્ટથી દરીયાઇ સંપતિને પહોંચશે મોટું નુકસાન
પોરબંદર જિલ્લામાં અનેક લોકો માછીમારી વ્યવસાય સાથે પણ જોડાયેલા છે. દરિયામાં રહેલા અનેક દરિયાઈ જીવોને પણ આ કેમિકલ યુક્ત પાણીથી મોટું નુકસાન થશે અને પોરબંદરના માધવપુરમાં કાચબા ઉછેર કેન્દ્ર પણ આવેલું હોય ઉપરાંત શાર્ક અને ડોલ્ફિન જેવી માછલીઓ પણ પોરબંદરના દરિયામાં વસવાટ કરતી હોય આ સહિત અનેક દરિયાઈ જીવો માટે આ કેમિકલ યુક્ત પાણી નુકસાનકારક હોવાથી પ્રકૃતિ ધ યુથ ક્લબના સભ્ય નૂતન ગોકાણીએ આગળ આવી આ ઝુંબેશ હાથ ધરી છે. અનેક સંસ્થાઓના સહયોગથી સેવ પોરબંદર સી નામની સંસ્થા બનાવી આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે અને આ પ્રોજેક્ટ બંધ થાય તેવી રજૂઆતો સરકારને કરી રહ્યા છે. જેમાં પોરબંદરના લોકોની સહી ઝુંબેશ પણ હાથ ધરાઈ હતી. વાહનોમાં સ્ટિકર લગાવ્યા હતા. આ ઉપરાંત દરરોજ 151 પોસ્ટ કાર્ડ મુખ્યપ્રધાન રૂપાણીને લખી આ બાબતે રજૂઆત કરવામાં આવી રહી છે. ગુરુવારે ઢોલ અને શંખનાદથી આરતી સમયે ગગન ગુંજી ઉઠ્યું હતું.

જેતપુરના કેમિકલ યુક્ત પાણીને દરિયામાં છોડવાનો પ્રોજેક્ટ રદ કરવા પોરબંદરના દરિયા દેવનું પૂજન કરાયું
પોરબંદરના દરિયામાં રહેલી અનેક જીવ સૃષ્ટીને પણ નુકસાન પોરબંદરના સમુદ્રમાં રાજકોટ જિલ્લાના જેતપુર પાસે સાડી ઉદ્યોગ છે તે ઉદ્યોગનું કેમિકલયુક્ત પાણી પાઇપલાઇન મારફતે છોડવામાં આવશે તો દરિયાઈ જીવસૃષ્ટિ તથા પર્યાવરણને પણ ગંભીર અસર થવાની છે. આ પાઈપલાઈન ધોરાજી, ઉપલેટા, માણાવદર, કુતિયાણા તથા ઘેડ વિસ્તારમાં થઈને કેમિકલયુક્ત પાણી દરિયામાં નાખશે. આ પાઈપલાઈન મોટાભાગે ખેતીની જમીનમાંથી પસાર થશે અને આ પાઇપલાઇનમાં જ્યારે ફોલ્ટ થશે ત્યારે હજારો વીઘા જમીન પર પાણી ફરી વળશે અને ખેતીની જમીન ખેતીલાયક પણ નહીં રહે. આથી ખેડૂતોને પણ પાઇપલાઇનથી મોટું નુકસાન થઈ શકે તેમ છે. આ બાબતે વિચારી ગંભીર નોંધ લઇ તાત્કાલિક આ પ્રોજેક્ટને રદ કરવામાં આવે તેવી લોક અપીલ છેે.સવા લાખ જેટલા માછીમાર પરિવારો સહિત અન્ય ધંધાર્થીઓને પણ થશે અસર સમુદ્રમાં જો આ પાઈપલાઈન નાંખવામાં આવશે તો પોરબંદર જિલ્લામાં સવા લાખ જેટલા માછીમાર પરિવારો અને મત્સ્ય ઉદ્યોગ સાથે જોડાયેલા અન્ય લોકોને પણ આ પાઈપલાઈન ના કારણે મોટી નુકસાની વેઠવાનો વારો આવશે. કેમિકલયુક્ત પાણીથી અનેક માછલાઓના મોત થશે. તેનાથી મત્સ્યોદ્યોગ દ્વારા જે કરોડોનું હૂંડિયામણ દેશમાં મળી રહ્યું છે તેનેે પણ અસર પહોચશે. આથી માછીમારો માટે યોગ્ય નિર્ણય લઇ સરકાર દ્વારા આ પ્રોજેક્ટ રદ કરવામાં આવે તેવી અપીલ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.