ETV Bharat / state

31 મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ આરોગ્ય શાખા દ્વારા તમાકુનું સેવન ન કરવા કરાઇ અપીલ

author img

By

Published : May 30, 2020, 6:49 PM IST

31 મે, વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિતે જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ આરોગ્ય શાખા પોરબંદર દ્વારા પોરબંદર જિલ્લાના જાહેર જનતાને અપીલ કરવામાં આવે કે, તમાકુના સેવનથી થતાં પ્રાણઘાતક રોગ જેવા કે, મોઢાના કેન્સર, ફેફસાના રોગ, ટી.બી, અસ્થમા, હદયરોગ વગેરે રોગ થાય છે.

world tobacco day
31 મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ આરોગ્ય શાખા દ્વારા તમાકુનુ સેવન ન કરવા કરાઇ અપીલ

પોરબંદર: 31 મે, વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિતે જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ આરોગ્ય શાખા પોરબંદર દ્વારા પોરબંદર જિલ્લાના જાહેર જનતાને અપીલ કરવામાં આવે કે, તમાકુના સેવનથી થતાં પ્રાણઘાતક રોગ જેવા કે, મોઢાના કેન્સર, ફેફસાના રોગ, ટી.બી, અસ્થમા, હદયરોગ વગેરે રોગ થાય છે. જેને કારણે દર વર્ષે ભારતમાં 10 લાખથી વધુ લોકોનું મૃત્યુ થાય છે. આવા રોગોથી બચવા તમાકુનું સેવન આજે જ છોડીએ.

હાલમાં વિશ્વ નોવેલ કોરોના વાઈરસ COVID-19ના સંક્રમણથી પ્રભાવિત છે. તેમજ જાહેરમાં થૂંકવાથી પણ COVID-19નો ફેલાવો થાય છે. જેથી જાહેરમાં થૂંકવું નહીં તથા રોજીંદા સમયમાં માસ્કનો ઉપયોગ કરવો તેમજ જાહેરમાં છીંક/ઉધરસ ખાતી વખતે મો આડો રૂમાલ રાખવો તેમજ હાથ મિલાવવા નહીં અને નમસ્તે દ્રારા અભિવાદન કરવું. આપણે સૌ સાથે મળી આવનાર સમયમાં તમાકુના વ્યસનથી થનારા મૃત્યુ અટકાવીએ તેમજ કોરોના વાઇરસથી બચીએ અને સાવચેત રહી આરોગ્ય મય જીવન જીવવાનો સંકલ્પ લઇએ. તમાકુને કહો ના જીવનને કહો હા. આ પ્રકારની જાગૃતિ લોકોમાં આવે તે માટે સમજણ આપવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.