પોરબંદરઃ સમગ્ર વિશ્વમાં 1લી ઓક્ટોબરના દિવસે વિશ્વ વૃદ્ધ દીનની ઉજવણી કરવામાં આવે છે. તેવી જ રીતે જિલ્લાના રાણાવાવ તાલુકાના રાણા ખીરસરા ખાતે આવેલા જલારામ ધામ વડીલોનો વિસામો વૃદ્ધાશ્રમમાં વિશ્વ વૃદ્ધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સમાજ સુરક્ષા કચેરી પોરબંદર દ્વારા આ તકે વૃદ્ધો ને પડતી મુશ્કેલીઓ તેમજ સરકાર તરફથી મળતા લાભો, વૃદ્ધોને લગતા કાયદાઓ અંગે માર્ગદર્શન, વૃદ્ધાશ્રમમાં વડીલો સાથે સરકાર તરફથી મળતી સવલતોથી માહિતગાર કરવામાં આવ્યાં હતાં.
હાલ આ વૃદ્ધશ્રમમાં 24 જેટલા વૃદ્ધ વ્યક્તિઓ આશ્રય લઈ રહ્યા છે. તેમની આરોગ્ય વિષયક સેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજ સુરક્ષા ખાતા તરફથી મળતા લાભો સવલતો સ્થળ પર જ મંજૂર કરવામાં આવ્યા હતા. ગામના સરપંચ તેમજ સેવાભાવી આગેવાનોના સહયોગથી ગ્રામ્ય વિસ્તારમાં પોતાના ઘર જેવું જ વાતાવરણનું નિર્માણ કરેલુ છે. આ તમામ સુવિધાઓ વૃદ્ધોને વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે. 65 વર્ષ કરતાં વધુ વય ધરાવતા વૃદ્ધોને નિઃશુલ્ક દરે પ્રવેશ આપવામાં આવે છે. આ આયોજનમાં મયુરભાઈ મોરી જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી, કાયદા અધિકારી નનેરાજી બાળ સુરક્ષા કચેરી મહેશ પરમાર અને ભરત નંદાણીયા ,ખીરસરા ગામના સરપંચ, સામાજિક આગેવાન ગોધાણીભાઈ ઉપસ્થિત રહ્યા હતા.