આ પ્રસંગે કલેકટરએ સ્ત્રી–પુરુષ સમાનતાની વાત કરી હતી. જેમ માં બાપને દિકરીઓની ચિંતા છે તેમ સરકાર પણ દિકરીઓની ચિંતા કરે છે. દિકરીઓએ માર્શલઆર્ટ, કરાટે શીખીને સક્ષમ બનવું જોઇએ, તેમણે ૧૮૧, ૧૦૧, મહિલા સહાયતા કેન્દ્ર વગેરે સુરક્ષાલક્ષી હેલ્પ લાઇન અંગે જાણકારી પુરી પાડી હતી. આ પ્રસંગે સિવિલ સર્જન મંજરી બહેન દેસાઇ એ સ્ત્રીમાં પડેલી આંતરિક શક્તિઓને બહાર કેમ લાવવી તેની સમજ આપી હતી. મહિલા અને બાળ અધિકારી કાશ્મિરા બહેન સાવંતે સોશ્યલ મીડિયાનો સાવચેતીથી ઉપયોગ કરવા માર્ગદર્શન આપ્યું હતું.
નાયબ પોલીસ અધિકક્ષક રાઠવાએ જનશક્તિ અને સુરક્ષાશક્તિ વચ્ચેનો ગેપ દુર થાય તથા મહિલાઓ લક્ષી વિવિધ કાયદાઓની સમજ આપી હતી. નર્સિંગ સ્કૂલના આચાર્ય રાજ્યગુરૂએ કહ્યું કે, ભગવાનને પણ જન્મલેવા માટે સ્ત્રી પર આધાર રાખવો પડે છે. PSI આર.એ.નોઇડાએ સ્વ બચાવ કઇ રીતે કરવો, મુશ્કેલીના સમયે ડર્યા વગર પોલીસની મદદ માંગવી સહિતની જાણકારી આપી હતી. જીમના ટ્રેનર કેતન કોટીયાએ આત્મરક્ષા માટે કરાટે, માર્શલઆર્ટની સમજ આપી હતી.કાર્યક્રમમાં વિવિધ વિભાગના અધિકારીઓ, જનરલ નર્સિંગ સ્કૂલનો સ્ટાફ, મહિલા શક્તિ કેન્દ્રની બહેનો, હોસ્પીટલની કર્મચારી બહેનો, અભયમ ૧૮૧, મહિલા સહાયતા કેન્દ્રની બહેનો, વિધાર્થીનીઓ સહિત બહેનો ઉપસ્થિત રહી હતી.