પોરબંદર : યત્ર નાર્યસ્તુ પૂજયન્તે રમન્તે તત્ર દેવતા હા અર્થાત જ્યાં જ્યાં નારીનું પૂજન થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે. દરેક નારીની અલગ અલગ કહાની હોય છે અને અલગ અલગ પરિસ્થિતિમાંથી પસાર થઈને જીવનમાં સફળતા પ્રાપ્ત કરી હોય છે. તે રીતે જ પોરબંદરની આઠ જેટલી મહિલા જેમાં ઋષિકા હાથી, પ્રજ્ઞાબેન ગજ્જર, કાજલબેન વાઘેલા, નીરજ શિયાળ, રિદ્ધિ ગોકાણી માખેચા, સાકરબેન, વિનીસા રૂપારેલ તથા રીટા યાદવે પોતાની જીવનમાં કઇ કઈ મુશ્કેલીઓનો સામનો કરી સફળતા પ્રાપ્ત કરી તે અંગે વક્તવ્યમાં જણાવ્યું હતું.
પોરબંદર ડિસ્ટ્રિક્ટ યુવા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વુમન સમિટનું આયોજન કરાયું - વુમન્સ ડે
ભારત એક એવો દેશ છે જ્યાં નારીનું પૂજન થાય છે અને નારીને નારાયણી કહેવામાં આવે છે, ત્યારે 8 માર્ચ વુમન્સ ડે નિમિત્તે પોરબંદર યુવા ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પોરબંદરના ગાંધી સ્મૃતિ ભવન ખાતે વુમેન સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આઠ જેટલી પોરબંદરની ખ્યાતનામ મહિલાઓના જીવન વિશે વક્તવ્યનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.