પોરબંદર: સફેદ કાળીયારની પ્રજાતિ લુપ્ત થતી જાય છે. ત્યારે આવી એક ઘટના સામે આવી હતી. જિલ્લામાં આવેલા કુતિયાણા અને જામજોધપુરના ડુંગરમાં સફેદ કાળીયાર જોવા મળ્યું હતું.
સફેદ કાળિયાર વર્ષો પહેલા પણ જોવા મળ્યું હતું. આ ઉપરાંત, મૃગ પ્રજાતિમાં જોવા મળતા કાળીયારમાં સફેદ કાળિયાર કયારેક જ જોવા મળે છે.
આ દ્રશ્ય જોઈ લોકોમાં કુતુહલ સર્જાયું હતું. સામાન્ય રીતે મેલીનીનના કણોની ઉણપને કારણે પ્રાણી સફેદ કલરનું જન્મે છે. તેવું પ્રાણી જગતના નિષ્ણાંતોએ તારણ કાઢ્યું છે.