- ગાર્ડ ઓફ ઓનર પ્રસ્તૃત કરાયું
- સંરક્ષણ હેઠળ કાર્યરત અધિકારીઓ અને ખલાસીઓ સાથે સંવાદ કર્યો
- પોરબંદરમાં તેમનું ગુજરાત નેવલ એરિયાના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ દ્વારા સ્વાગત કરાયુ
પોરબંદર: પશ્ચિમ નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ વાઇસ એડમિરલ આર. હરી કુમારે 25થી 27 માર્ચ દરમિયાન ગુજરાત નેવલ એરિયાની મુલાકાત લીધી હતી. પોરબંદરમાં તેમનું ગુજરાત નેવલ એરિયાના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ દ્વારા સ્વાગત કરાયું હતું. તેમજ ગાર્ડ ઓફ ઓનર પ્રસ્તૃત કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: પોરબંદર INS સરદાર પટેલ નેવલ બેઝ ખાતે દરિયાકાંઠાની સુરક્ષા અંગે વર્કશોપ યોજાયો
એડમિરલે ઓખા ખાતે આવેલા ફોરવર્ડ ઓપરેશન બેઝની મુલાકાત લીધી
પોતાની પ્રથમ મુલાકાત દરમિયાન એડમિરલે ઓખા ખાતે આવેલા ફોરવર્ડ ઓપરેશન બેઝની મુલાકાત લીધી હતી. અહીં તેમને સુરક્ષા પરિસ્થિતિ અને તૈનાત કરવામાં આવેલા યુનિટ્સની સહાયતા માટે લેવાયેલા પગલાંઓ વિશે માહિતગાર કરવામાં આવ્યાં હતાં. તેમણે મુખ્યમથક ગુજરાત, દમણ અને દિવના સંરક્ષણ હેઠળ કાર્યરત અધિકારીઓ અને ખલાસીઓ સાથે સંવાદ કર્યો હતો.
આ પણ વાંચો: પોરબંદરના નેવલ બેઝ ખાતે વેન્ડર્સ વર્કશોપ યોજાયો