પોરબંદર: ગુજરાતના જાણીતા સાહિત્યકાર અને ઇતિહાસવિદ નરોત્તમ પલાણ ને "સારસ્વત સન્માન 2022" થી સન્માનિત કરવામાં આવ્યા છે. ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાના હસ્તે એમનું સન્માન કરવામાં આવ્યું હતું. સાહિત્ય ,ઇતિહાસ અને પુરાતત્વ સંશોધન ક્ષેત્રમાં નરોત્તમ પલાણનું વિશેષ પ્રદાન છે. પોરબંદરના સાંદિપની આશ્રમ ખાતે પાંચ અને છ માર્ચ એમ બે દિવસ સાંસ્કૃતિક ચિંતન કાર્યક્રમ યોજાયો હતો.
આ પણ વાંચો: Kharif Onion in Gujarat: નાફેડ ગુજરાતમાં ખરીફ ડુંગળીની ખરીદી કરશે શરૂ
કવિ સંમેલન યોજાયું: આ કાર્યક્રમના પ્રથમ દિવસે કવિ સંમેલન તથા બીજા દિવસે સાહિત્યક વિષય પર ચિંતન કરાવ્યું હતું. જ્યારે આજે દિવસે જાણીતા સાહિત્યકાર અને ઇતિહાસિક નરોતમ પલાણ ને "સારસ્વત સન્માન 2022" લાઇફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો હતો. સાંદિપની વિદ્યાનિકેતન ટ્રસ્ટ અને સંત સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટ દ્વારા સન્માન આપવામાં આવ્યું હતું. પોરબંદરમાં સાંદિપની આશ્રમ ખાતે સંસ્કૃતિ ચિંતન કાર્યક્રમ યોજાયો હતો.
એવોર્ડ અપાયો: જેમાં ગુજરાતી ભાષામાં સાહિત્ય ક્ષેત્રમાં આજીવન અને વિશેષ પ્રદાન આપનાર વ્યક્તિ ઓને ચયન સમિતિ દ્વારા પસંદ કરવામાં આવે છે. જેમાં ગુજરાતના પોરબંદર જિલ્લાના રાણા ખીરસરા ગામના નરોત્તમ કાકુભાઈ પલાણ ને આ સન્માન માટે પસંદ કરાયા હતા. સાંદિપની વિધનિકેતન ટ્રસ્ટ અને સંત સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટ દ્વારા ગુજરાતના જાણીતા સાહિત્ય કાર અને ઇતિહાસવિદ એવા નરોત્તમ પલાણને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. નરોત્તમ પલાણના ઇતિહાસ સાહિત્ય અને સંશોધન વિષય ને લગતા 60 જેટલા પુસ્તકો પ્રકાશિત થયા છે.
આ પણ વાંચો: ડુંગળી અને બટાટાના ખેડૂતો માટે સરકારની 330 કરોડની સહાયની જાહેરાત
વિશેષ પ્રદાન: ગુજરાતના પોરબંદર જિલ્લાના રાણા ખીરસરા ગામના નરોત્તમ કાકુભાઈ પલાણ દ્વારા ઈતિહાસ, સાહિત્ય અને સંશોધન ક્ષેત્રમાં આજીવન વિશેષ પ્રદાન રહ્યું છે. તેઓના અત્યાર સુધીમાં 60 જેટલા પુસ્તક પ્રકાશીત થયા છે. સંશોધન અને લોકસાહિત્ય અને પુરાતત્વ વિષય પર વિશેષ સંશોધન કાર્ય કર્યા છે. તેઓ બહુ સુશ્રુત સને વિદ્યાર્થીઓના વત્સલ્ય પ્રાધ્યાપક પણ રહી ચૂક્યા છે .ગુજરાતમાં તેઓ શ્વેત કેસરી મિતર તરીકે ઓળખાય છે. ગુજરાતભર ના ખ્યાતનામ કવિ ઓ લેખકો અને સાહિત્ય કારો ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરમાં સાંદીપની ખાતે યોજાયેલ બે દિવસિય સંસ્કૃતિ ચિંતન કાર્યક્રમ માં ભાગ્યેશ ઝા સાંઈરામ દવે ,જય વસાવડા સહિતના ગુજરાતના જાણીતા લેખકો-કવિઓ અને સાહિત્યકારો ઉપસ્થિત રહ્યા હતા. નરોતમ પલાણને અભિનંદન પાઠવ્યા હતા.