ETV Bharat / state

વિજિલન્સ અવેરનેસ વિક : Corruption ની ફરિયાદ કેવી રીતે કરવી તે માટે લોકોને જાગૃત કરાશે - ભ્રષ્ટાચાર

પોરબંદર જિલ્લા કલેકટરની (Porbandar District Collector) ઉપસ્થિતિમાં વિજિલન્સ અવેરનેસ વિક (Vigilance Awareness Week) નો આજે પ્રારંભ કરવામાં આવ્યો હતો. વહીવટી સ્ટાફ, એરપોર્ટ સ્ટાફ અને સીઆઈએસએફ (CISF) સ્ટાફ અને અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર (Corruption) ન કરવા શપથ લેવામાં આવ્યાં હતાં. 7 દિવસ સુધી ભ્રષ્ટાચાર નાબૂદી માટે વિવિધ શાળાઓમાં જઈ વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવશે.

વિજિલન્સ અવેરનેસ વિક : Corruption ની ફરિયાદ કેવી રીતે કરવી તે માટે લોકોને જાગૃત કરાશે

author img

By

Published : Oct 26, 2021, 1:27 PM IST

Updated : Oct 26, 2021, 3:23 PM IST

  • પોરબંદરમાં ભ્રષ્ટાચાર નિર્મૂલન માટે વિજિલન્સ અવેરનેસ વિક ઉજવણી
  • લોકોને ફરિયાદ કેવી રીતે કરવી તે માટે જાગૃત કરાશે
  • પોરબંદર જિલ્લાના વહીવટી સ્ટાફ એરપોર્ટ અને સીઆઈએસએફ સ્ટાફે લીધા શપથ

પોરબંદરઃ ચોપાટી ખાતે યોજાયેલ વિજિલન્સ અવેરનેસ વિક (Vigilance Awareness Week) કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરે (Porbandar District Collector) ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે વિજિલન્સ એટલે સતર્કતા, સાવધાની. પ્રામાણિકતાની વાત આવે ત્યારે એક વાત મહત્વની છે કે જ્યારે આપણે મોટામાં મોટું પ્રલોભન આવે તો ક્યારેય ખોટું કામ ન કરીયે. ગમે તેટલો મોટો ભય હોય અમે સાચું કામ કરતા રોકાઇએ નહીં. ઘણીવાર જીવનમાં એમ થાય કે એકવાર કરી લઈએ .શરાબ અને ડ્રગ્સ કરતાં પણ ભ્રષ્ટાચાર (Corruption) ખતરનાક છે. એકવાર કરશો તો બીજીવાર કરવાનું મન થશે.

શહેરમાં અને ચોપાટી પર હોર્ડિંગ અને બેનર લગાવી લોકોને માહિતી આપવામાં આવશે

ભાગવત ગીતાનો શ્લોક જણાવતાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે કર્મ કરતા જાવ ફળની ચિંતા ના કરો . ડરવાનું નથી તમારે સાચું કામ કરવું. 30 વર્ષના અનુભવના આધારે જણાવું છું કે સૌથી મોટી શાંતિ આત્મસંતોષ છે. સમુદ્રની સાક્ષીએ શપથ લઈએ કે ક્યારેય ભ્રષ્ટાચાર (Corruption) નહીં કરીએ. ઘણા લોકો વિચારે કે સમુદ્રમાં એક ચમચી ખાંડ નાખવાથી આખો સમુદ્ર મીઠો નહીં થાય, પરંતુ જ્યાં ચમચી નાખી છે એટલું પાણી તો મીઠું થશે અને એટલી જગ્યામાં તો કોઈ જીવને ઉપયોગી થશે. તમે જ્યાં ઉભા છો, ત્યાં વાતાવરણ ખરાબ હોય, છતાં વાતાવરણને સારું કરવાનો પ્રયત્ન કરવો અને અને તમારી જગ્યાએે સારું વાતાવરણ બનવું એ તમારું કર્તવ્ય છે, ભારત દેશમાં આપણી ફરજ અદા કરીયે અને વિજિલન્સ અવેરનેસ વિકથી લોકોને પણ જાગૃત કરીએ.

હોર્ડિંગ અને બેનર લગાવી લોકોને ભ્રષ્ટાચાર નિર્મૂલન વિશે માહિતી આપવામાં આવશે

સ્ટેજના સ્થળ અંગે કલેકટરે અધિકારીઓને ખખડાવ્યાં

પોરબંદરમાં યોજાયેલ વિજિલન્સ અવેરનેસ વિકના (Vigilance Awareness Week) શુભારંભ કાર્યક્રમમાં હોર્ડીગ અને બેનર એક ખાનગી હોટેલનું બેક ગ્રાઉન્ડ આવે તેવી રીતે રાખવામાં આવ્યાં હતાં. કલેકટરે (Porbandar District Collector) આ બાબતને લઇ સ્થળ બદલવા જણાવ્યું હતું. સરકારી કાર્યક્રમમાં કોઈ પ્રાઇવેટ હોટેલને હાઈલાઈટ શા માટે કરો છો એટલી સમજ નથી પડતી તેમ કહી અધિકારીઓને ખખડાવ્યાં હતાં. ત્યારબાદ તાત્કાલિક સ્ટેજ બદલવામાં આવ્યું હતું અને હોર્ડિંગ-બેનરોનું સ્થળ બદલવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ ACBને મળી સફળતા, ગાંધીનગર અને પાટણમાં લાંચિયા અધિકારી ઝડપાયા

આ પણ વાંચોઃ PM Modi Advice: CVC અને CBI અધિકારીઓ ભ્રષ્ટાચારને નિર્મૂળ કરવા પોતાને પુન:સમર્પિત કરે

Last Updated : Oct 26, 2021, 3:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.