- પોરબંદર જિલ્લામાં 1 એપ્રિલથી 45 વર્ષ કે તેથી વધુ વયનાં તમામ નાગરિકો માટે કોરોના વેક્સિનેશન શરૂ
- જિલ્લા વહિવટી તંત્ર તથા જિલ્લા આરોગ્ય તંત્રના સંકલન હેઠળ જુદી-જુદી 93 જગ્યાએ રસીકરણ અભિયાન શરૂ
- જિલ્લા કલેક્ટર ડી. એન. મોદીએ પણ લોકોને રસી મૂકાવવા માટે અપીલ કરી
પોરબંદર: કોરોના વેક્સિનેશન માટે જિલ્લામાં કાર્યરત તમામ વેક્સિનેશન કેન્દ્રો ખાતે 1 એપ્રિલથી 45 વર્ષ કે તેનાથી વધુ વયના તમામ લાભાર્થીઓને કોવિડ-19ની પ્રતિરોધક રસી મૂકવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે. આ અગાઉ ગંભીર બિમારી ધરાવતા 45થી 59 વર્ષના અને 60 વર્ષ કે તેથી વધુ વયના નાગરિકોને જ રસી લગાવવામાં આવતી હતી.
આ પણ વાંચો: વલસાડમાં 45 વર્ષથી વધુ વયના લોકો માટે 387 કેન્દ્ર પર કોરોના રસીકરણ શરૂ
પોરબંદર જિલ્લાની વિવિધ 93 જગ્યાઓ પર રસી અપાશે
પોરબંદર જિલ્લામાં 93 જગ્યાઓ પર ખાસ અભિયાન અંતર્ગત રસી મૂકાવી શકાશે. પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ સહિત તમામ વેક્સિનેશન કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો, પસંદ કરાયેલા આંગણવાડી કેન્દ્રો, સ્કૂલો ખાતે સવારે 9થી બપોરના 2 કલાક સુધી તથા બપોરના 3થી સાંજના 8 કલાક સુધી આરોગ્ય/મેડિકલ કર્મચારી પાસે કોરોના પ્રતિરોધક રસી મૂકાવી શકાશે. લાભાર્થીઓ આધારકાર્ડ/ ફોટો આઇડી, મોબાઇલ નંબર સાથે રાખીને વેક્સિનેશન સ્થળ પર જઇને અથવા કોવિડ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવી શકાશે.
આ પણ વાંચો: ભાવનગરમાં 35 સ્થળે વેકસીનેશન શરૂ : 45 વર્ષથી વધુના લોકો જોડાયા