- પોરબંદર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનેશન કેમ્પ
- 103 સ્થળોએ વેક્સિનેશન કેમ્પ યોજાયા
- 11 અને 12 એપ્રિલે પણ થશે આયોજન
પોરબંદર: પોરબંદર જિલ્લા વિકાસ અધિકારી વી.કે. અડવાણીના જણાવ્યા અનુસાર જિલ્લામાં રવિવારે 103 અલગ અલગ શહેર અને સ્થળોએ વેક્સીન કેમ્પ યોજાયા હતા જેમાં પ્રથમ વખત ડોઝ લેનારા 3,582 લોકો તથા બીજી વખત ડોઝ લેનારા વ્યક્તિઓની સંખ્યા 1,819 મળી કુલ 5,401 લોકોએ શનિવારે વેક્સિન લઈને કોરોના સામે રક્ષણ મેળવ્યું છે. આગામી દિવસોમાં યોજાનારા વેક્સિન કેમ્પમાં પણ લોકો વધુમાં વધુ વેક્સિન લગાવે તેવી અપીલ જિલ્લા વિકાસ અધિકારીએ કરી હતી.
ભારત વિકાસ પરિષદ દ્વારા યોજાયેલા વેક્સીનેશન કેમ્પમાં 140 લોકોએ લાભ લીધો
કોરોના મહામારીમાં લોકોને મદદરૂપ થવા પોરબંદરમાં અંધજન ગુરુકુળ ખાતે શનિવારે વેક્સિન કેમ્પ યોજાયો હતો. જેમાં 140 લોકોએ કેમ્પનો લાભ લીધો હતો. આ કેમ્પમાં ભારત વિકાસ પરિષદના પ્રમુખ કમલેશ ખોખરીએ જણાવ્યું હતું કે ટીમ દ્વારા કેમ્પ ગાઉ ડોર ટૂ ડોર જઇને લોકોને પેમ્ફલેટ વિતરણ કરી વેકસીનેશન અંગે જાગૃત કરાયા હતા. તેમજ શેરી મહોલ્લામાં રેડીયો ફેરવી ટકોર પણ કરાઈ હતી. આરોગ્ય વિભાગની ટીમનો ભારત વિકાસ પરિષદ દ્વારા સન્માનિત કરી આભાર માન્યો હતો. કેમ્પ માબભારત વીકાસ પરિષદ ટીમે જહેમત ઉઠાવી હતી.