પોરબંદર વનવિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર સિંહણ સરિતાએ અગાઉ 1 એપ્રેલ 2019 ના રોજ બે બચ્ચાને જન્મ આપ્યો હતો.આ બંને બચ્ચાઓ મોઢેથી પકડી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા દરમિયાન બચ્ચાઓને ઇજા થતા બંનેનું મૃત્યુ થયું હતું. જ્યારે ચાર માસ જેટલા ટૂંક સમયમાં આ માદાએ ફરીથી બચ્ચાને જન્મ આપ્યા હતા આ વખતે વન વિભાગે સ્થળ પર દૂધના પાવડર સહિત તૈયારીઓ કરી રાખી હતી.જરૂર પડે તો બાળોને તુરંત જ વેટરનિટી ઓફિસરોની દેખરેખ હેઠળ બહારનું દૂધ આપવામાં આવ્યું હતું છતાં બે સિંહ બાળો અશક્ત જણાતા તેના મોત નીપજ્યા હતા.
સિંહ બાળોને સરીતા ફિડિંગ નહીં કરાવી શકે તેની ખાતરી થતા બચ્ચાઓને સક્કરબાગ ઝૂ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.આ અગાઉ સિંહણ પાર્વતીનું માદા બચુ પણ સક્કરબાગ ઝૂ ખાતે મોકલી આપવામાં આવ્યું હતું જે હાલમાં તંદુરસ્ત છે. ત્રણેય બચાવો યોગ્ય સમયે સાત વીરડા જિન પુલ ખાતે પરત લાવવામાં આવશે તેમ વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.