પોરબંદરઃ ગત તારીખ 8 એપ્રિલે ગુજરાતની બે બોટ પાકિસ્તાનની જળસીમામાં પહોચી ગયા બાદ કોસ્ટગાર્ડે બન્ને બોટને મુક્ત કરવી ભારતીય જળસીમામાં પ્રવેશ્યા બાદ બન્ને બોટના ટંડેલ સામે બોટને આર્થીક લાભ માટે પાકિસ્તાનની જળસીમામાં લઇ જવા બદલ અને ખલાસીઓના જીવ જોખમમાં મુકવા બદલ કોસ્ટગાર્ડ અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
મૂળ આંધ્રપ્રદેશના ગૂંટુરના વતની અને હાલ ઓખા કોસ્ટગાર્ડની અરીંજય શિપમાં એક માસથી બોર્ડીંગ ચીફ તરીકે ફરજ બજાવતા લક્ષ્મીપ્રસાદ સદાનંદરાવે પોરબંદરના નવી બંદર પોલીસ મથકમાં નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ તેઓ ગત તારીખ 8 અપ્રિલના રોજ ઓખાથી કોસ્ટગાર્ડની અરીંજય શિપમાં સેઈલીંગ માટે ગયા હતા અને ભારતીય જળસીમા નજીક સેઈલીંગ કરી રહ્યા હતા, ત્યારે તેની શિપના કમાન્ડીંગ ઓફિસર કમાંડન્ટ જે.જી પવનકુમાર યાદવે તેમને બોલાવી અને જણાવ્યું હતું કે, ઓખા કોસ્ટગાર્ડ સ્ટેશનથી વી.એચ.એફ મેસેજ આવ્યો છે. જેમાં જણાવ્યું છે કે, બે ભારતીય માછીમારી બોટો ભારતીય જળસીમા ઓળંગી અને પાકિસ્તાની જળસીમામાં પ્રવેશી ગઈ છે. તેવો મેસેજ અન્ય માછીમારી બોટો મારફત ઓખા કોસ્ટગાર્ડ સ્ટેસનને મળ્યો હતો.
જેના આધારે પવન કુમાર યાદવે પાક મરીન સિક્યુરીટી સાથે વી.એચ.એફ ચેનલ -16 પર વાત કરી હતી. આથી આ વાતચિત બાદ પાક મરીન સિક્યુરીટી એ બન્ને બોટોને મુક્ત કરી દીધી હતી અને હાલ બન્ને બોટો ભારતીય જળસીમામાં પરત આવી ગઈ છે. અરીંજય શીપની નજીક હોવાથી બન્ને બોટોના ખલાસીઓની પુછપરછ કરતા જણાવ્યું હતું
આથી આં હુકમ મળતા લક્ષ્મીપ્રસાદ તથા કોસ્ટગાર્ડના અન્ય જવાનો એ જોતા તેમની શીપ નજીક રહેલા બે બોટો મુરલીધર (રજી નં IND GJ 11 MM 13674) તથા એલ હુસેની (રજી નં IND GJ 10 MM 3379) હતી. જેમાં મુરલીધર બોટના (ચાલક)ટંડેલનું નામ પૂછતા અશોક જીવા (ઉમર વર્ષ 32, કોટડા,તા કોડીનાર) અને લે હુસેનીના ટંડેલનું નામ રમેશ ભગવાન સોલંકી (ઉમર વર્ષ 40 વણાંકબારા ,દીવ )હોવાનું જણાવ્યું હતું.
જે બોટોમાં જીપીએસ અને વાયરલેસ જોવા ન મળતા આ અંગે બન્નેને પૂછતા એવું જણાવ્યું હતું કે, પાક મરીન સિક્યુરીટીના જવાનો બન્ને બોટોના જીપીએસ તથા વાયરલેસ સેટ પોતાની સાથે લઇ ગયા હતા, ત્યાર બાદ બોટમાં રહેલા તમામ ખલાસીઓની લક્ષ્મીપ્રસાદે પુછપરછ કરતા ખલાસીઓ એ એવું જણાવ્યું હતું કે, બન્ને બોટના ટંડેલો એ તેમની બોટોના માલિકો સાથે મળી વધારે મચ્છી પકડવા માટે ભારતીય જળસીમાની બહાર નીકળી અને પાકિસ્તાની જળસીમામાં મચ્છી પકડવાનું આયોજન કર્યું હતું, પરંતુ બન્ને બોટના ખલાસીઓ એ ભારતીય જળસીમા નજીક તેમની બોટ પહોંચી ત્યારે ટંડેલને પાકિસ્તાની જળસીમા ન જવા સમજાવ્યા હતા, પરંતુ તેઓ માન્યા ન હતા અને બન્ને બોટોને પાકિસ્તાની જળસીમામાં લઇ ગયા હતા. જ્યાં પાકિસ્તાની મરીન સિક્યુરીટી એ તેમને ઝડપી લીધા હતા.
બાદમાં સાંજે મુક્ત કર્યા હતા. આથી તેઓ પરત ભારતીય જળસીમામાં આવી ગયા હતા આ હકીકત સામે આવતા લક્ષ્મીપ્રસાદે બન્ને બોટોના રજીસ્ટ્રેશન ડોક્યુમેન્ટ જપ્ત કરી બન્ને બોટોને ઓખા મોકલી હતી અને ત્યાર બાદ ગઈ કાલે તેમની શીપ પણ ઓખા પરત ફરી હતી. અને આજે તેઓએ બન્ને બોટના ટંડેલ સામે તેના કબ્જામાં રહેલા બોટ બાબતે બોટનુ સંચાલન કરતા બોટ માલિકો સાથે મળી વધારે મચ્છી પકડવા તેમજ વધુ આર્થિક લાભ મેળવવા માટે ભારતીય જળ સીમા બહાર જઇ પાકિસ્તાનની જળ સિમામાં માચ્છીમારી કરવા જવાનુ કાવતરુ રચી બોટના ખલાસીઓની જીંદીગી જોખમમાં મુકાય તે રીતે બન્ને બોટના ટંડેલો એ પોતાની બોટ બેદરકારીથી ચલાવી બોટોને પાકિસ્તાની જળ સીમામાં લઇ જઇ ખલાસીઓની જીંદગી જોખમમાં મુકવા બદલ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.