- ખોદાણ કરીને છોડી દેતા સ્થાનિકોને મુશ્કેલીઓ
- યુથ કોંગ્રેસ દ્વારા પોરબંદર છાયા નગરપાલિકામાં રજૂઆત
- પાલીકા દ્વારા આજ સુધી યોગ્ય પગલાં લેવામા નથી આવ્યા
પોરબંદરઃ જિલ્લામાં કુંભારવાડા વિસ્તારમાં આવેલા રણછોડ લાઇન પાસે એક વ્યક્તિગત માલિકીની જમીનમાં ઘણા સમયથી ભયજનક ખોદાણ કરીને છોડી દેવામાં આવતા આસપાસમાં રહેતા લોકોને મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત ઢોર પણ આ મોટા ખાડામાં પડે છે. ત્યારે આ ખાડો સાફ કરવા અને ફરતે બાઉન્ડરી બનાવવા યુથ કોંગ્રેસ દ્વારા નગરપાલિકામાં રજૂઆત કરાઈ હતી.
વર્ષોથી ખુલ્લી પડેલી જગ્યામાં મોટો ખાડો હોવાથી પાણી ભરાઈ રહે છે અને ગંદકી ફેલાય છે
પોરબંદરના નવા કુંભારવાડા વિસ્તારમાં રણછોડ લાઇનના પગથિયાં પાસે છેલા ઘણા વર્ષથી માલિકીની જમીનમાં ભય જનક ખોદાણ કરવામાં આવ્યું છે. જેના કારણે અનેક સમસ્યાઓ સર્જાય છે. અહીં રહેતા આસપાસના લોકો માટે આ જગ્યા મુશ્કેલી સમાન બની ગઈ છે. પોરબંદર યુથ કોંગ્રેસ દ્વારા આ જમીનમાં ખાડો સાફ કરવા અને આસપાસ બાઉન્ડ્રી બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી કારણ કે, ખાડામાં પાણી ભરાઈ રહેતા ગંદકી અને મચ્છરોનો પણ ત્રાસ રહે છે. આ ઉપરાંત ઘણીવાર ઢોળ પણ પડી જાય છે, ત્યારે આસપાસના લોકોમાં મુશ્કેલી સર્જાય છે. આગળ પણ નગરપાલિકાને જાણ કરી હોવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા યુથ કોંગ્રેસના પ્રમુખ ધર્મેશ પરમાર અને સ્થાનિકોએ ઉગ્ર રજૂઆત કરાઈ હતી.