ETV Bharat / state

પોરબંદરમાં વિદ્યાર્થીઓ માટે ટ્રાફિક નિયમો અને સલામત ડ્રાઈવિંગ વેબિનાર યોજાયો - જિલ્લા શિક્ષણ

પોરબંદરમાં ટ્રાફિક નિયમો અને સલામત ડ્રાઈવિંગ અંગેના નિયમોથી વિદ્યાર્થીઓને માહિતગાર કરવા ઓનલાઈન વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 200થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા.

પોરબંદરમાં વિદ્યાર્થીઓ માટે ટ્રાફિક નિયમો અને સલામત ડ્રાઈવિંગ વેબિનાર યોજાયો

author img

By

Published : Oct 27, 2020, 5:09 PM IST

  • પોરબંદરમાં ટ્રાફિક નિયમો અને સલામત ડ્રાઈવિંગ વેબિનારનું આયોજન
  • 200થી વધુ વિદ્યાર્થીઓ વેબિનારમાં જોડાયા
  • વરિષ્ઠ અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને અપાયું વિશેષ માર્ગદર્શન

પોરબંદરઃ પોલીસ વિભાગ, એ.આર.ટી.ઓ, જિલ્લા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ કચેરી સંયુક્ત દ્વારા જી.એમ.સી. ઈન્ટરનેશનલ સ્કુલ ખાતે ટ્રાફિક નિયમો અને સલામત ડ્રાઈવિંગ અંગેના નિયમોથી વિદ્યાર્થીઓને માહિતગાર કરવા ઓનલાઈન વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓનલાઈન માધ્યમ દ્વારા બાળકો સાથે જોડાઈને અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપી આ વેબિનારને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન 200થી વધારે વિદ્યાર્થીઓએ ઓનલાઈન માધ્યમથી ટ્રાફિક નિયમોના સંદર્ભે નૈતિક જવાબદારીઓ અંગે જાણકાર બની પ્રોત્સાહિત કરાયા હતા.

porbandr
સલામત ડ્રાઈવિંગ વેબિનાર
વરિષ્ઠ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

આ કાર્યક્રમાં જિલ્લા શિક્ષણ વરિષ્ઠ અધિકારી કે.ડી. કણસાગરા, DYSP સ્મિત ગોહીલ, એજ્યુકેશન ઓફીસર સંદિપ સોની, RTO એન.જે. મેવાડા, આસિસ્ટન્ટ રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર બી.એમ. ચાવડા સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

અધિકારીઓ દ્વારા અપાયું વિશેષ માર્ગદર્શન

આ કાર્યક્રમ દરમિયાન દરેક અધિકારીઓ દ્વારા અભિપ્રાય અને વિષય વસ્તુ સાથે બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ સંપૂર્ણ કાર્યક્રમ જી.એમ.સી. ઈન્ટરનેશનલ સ્કુલ ખાતેથી ગૂગલ મીટ દ્વારા યોજાયો હતો. સ્કુલના ડાયરેક્ટર પુર્ણેશ જૈન તથા પ્રિન્સીપાલ ગરીમા જૈન દ્વારા અધિકારીઓનું સ્વાગત અને અભાર વિધી કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.