પોરબંદર: પોરબંદરના કિર્તિ મંદિર (mahatma gandhi birth place in porbandar)ખાતે હાલ મોટી સંખ્યામાં પ્રવાસીઓનો ધસારો આવી રહ્યો (Tourists flock to Mahatma Gandhis birthplace)છે. હાલ પ્રવાસીઓને ગાંધીજીના જન્મ સ્થળમાં(mahatma gandhi birth place in porbandar) માત્ર નીચે જ જવા દેવામાં આવે છે. ઉપરના ભાગે કાચબા ગતિએ ચાલતું સમારકામ(Repair work at a snails pace) ઓક્ટોબર માસથી હજુ સુધી પૂર્ણ ન થતા પ્રવાસીઓને મુશ્કેલી પડી રહી છે. ગાઇડની પણ સુવિધા ન હોવાથી(no facility of guide) લોકોને પૂરતી માહિતી પણ મળતી નથી.
આ પણ વાંચો અમદાવાદમાં G20 સમિટ અંતર્ગત 9-10 ફેબ્રુઆરીએ યોજાશે અર્બન સમિટ, CMએ સમિટનો લોગો અને સોન્ગ કર્યા લોન્ચ
ઉપરનો માળ બંધ હોવાથી લોકો નિરાશ: સત્ય અને અહિંસાના પુજારી મહાત્મા ગાંધીજીની જન્મભૂમિના દર્શનાર્થે દેશ વિદેશથી અનેક પ્રવાસીઓ આવે(Tourists flock to Mahatma Gandhis birthplace) છે. પ્રવાસે આવતા પ્રવાસીઓ કીર્તિ મંદિરના માત્ર એક રૂમના દર્શન કરી શકે છે. ઓક્ટોબર માસથી સમારકામ શરૂ હોવાના કારણે ગાંધીજીના જન્મ સ્થળના ઉપરના વિભાગ પર જવા પર પાબંદી લગાવી દેવામાં આવી છે. મોટાભાગના પ્રવાસીઓએ આ ભાગ ખુલ્લો મુકવામાં આવે તેવી માંગ કરી છે. આ અંગે પુરાતત્વ વિભાગના અધિકારી સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે ગાંધીજીના જન્મ સ્થળ પર સમારકામ ચાલુ હોય જેના કારણે બિલ્ડીંગની સુરક્ષા માટે બંધ રાખવામાં આવ્યું છે અને જો કોઈ પ્રવાસીઓ અંદર જાય અને કોઈ મોટી મનહાની કે નુકસાની થાય જેના કારણે આ જોખમ ન ખેડાય તેથી બંધ કરવામાં આવેલ છે.
આ પણ વાંચો કચ્છના સફેદ રણમાં વધુ એક આકર્ષણનું કેન્દ્ર કરાયું ઊભું; નવો ગેમ ઝોન શરૂ
સમારકામ ચાલુ: ગાંધીજીના જન્મ સ્થળ પર આવતા દરેક પ્રવાસીઓ માટે વહેલી તકે સમારકામ કરવામાં આવે અને ખુલ્લું મુકાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. કીર્તિ મંદિર સવારે સાડા સાતથી સાંજે સાત વાગ્યા સુધી ખુલ્લુ હોય છે. બાપુનું જન્મ સ્થળ સવારે છથી સાંજે છ વાગ્યા સુધી જ ખુલ્લું રહે છે જેથી અનેક પ્રવાસીઓ પણ નિરાશા અનુભવે છે. આ અંગે અધિકારીએ જણાવ્યું હતું કે આ નિર્ણય દિલ્હીથી નક્કી થાય છે. હાલ સમારકામની પ્રોસેસ ચાલુ હોય જેના કારણે બિલ્ડીંગ તથા પ્રવાસીઓને સુરક્ષાને ધ્યાને લઈ આ જન્મ સ્થળની ઉપર જવા નો ભાગ બંધ રાખવામાં આવ્યો છે.