- પોરબંદરમાં અનોખો સેવાયજ્ઞ
- હોમ ક્વોરેન્ટાઈન વ્યક્તિઓ માટે નિ:શુલ્ક ટિફિન સેવા
- ભારત વિકાસ પરિષદ પોરબંદર શાખા દ્વારા ટિફિન સેવા શરૂ કરાઇ
પોરબંદર: પોરબંદરમાં સારવાર લઇ રહેલા કોરોના પોઝિટિવ લોકો માટે ભારત વિકાસ પરિષદની શાખા દ્વારા દરરોજ બે ટાઈમ ડોર ટુ ડોર ટિફિન સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવા દ્વારા અનેક લોકો કે જેઓ પોઝિટિવ હોય અને એકલા રહેતા હોય અથવા ઘરની સ્ત્રીઓ કે જે કોરોના પોઝિટિવ હોય અને તેમના સિવાય પરિવારમાં કોઇ ભોજન બનાવી શકે તેમ ન હોય તેમને બે ટંકનું ખાવાનું મળી રહે છે.
આ અંગે ભારત વિકાસ પરિષદ પોરબંદર શાખાના પ્રમુખ કમલેશભાઈ કોહલીએ જણાવ્યું હતું કે પોરબંદરમાં જ એક ઘરમાં એક સ્ત્રીને કોરોના પોઝિટિવ થયો હતો અને તેના પરિવારને હોમ કોરોન્ટાઈન રાખવામાં આવ્યા હતા પરંતુ આ પરિવારમાં ભોજન બનાવી આપનાર અન્ય કોઈ ન હોવાથી પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો અને જેને ધ્યાનમાં રાખીને અનેક પરિવારો પણ આ જ પરિસ્થિતિ માં હોય તો તેઓને મદદરૂપ થવા માટે ભારત વિકાસ પરિષદ પોરબંદર શાખા દ્વારા ટિફિન અભિયાન શરૂ કરાયું અને આજે દરરોજ બે ટાઈમ ભારત વિકાસ પરિષદ દ્વારા ૨૭ જેટલા ટિફિન લોકો લાભ લઇ રહ્યા છે.
અનેક દાતાઓ તરફથી મળી રહી છે દાનની સરવાણી
આ ટિફિન સેવા બદલ અનેક લોકોએ દાનની સરવાણી પણ વહાવી છે કોરોનાના કપરા સમયમાં લોકોને મદદરૂપ થવાના આ કાર્યને લોકોએ સરાહનીય ગણાવ્યું હતું.