- પોરબંદરમાં ધોળા દિવસે ચોરીનો બનાવ
- લીમડાચોકમાં દુકાનદારની નઝર ચૂકવી મહિલાએ કરી દોઢ લાખની ચોરી
- પોલીસે આ અંગે તપાસ હાથ ધરી
પોરબંદર: જિલ્લામાં લીમડાચોક વિસ્તારમાં આવેલી એક દુકાનમાં ધોળા દિવસે ગ્રાહક તરીકે આવેલી માતા-પુત્રીએ ખાનામાંથી દોઢ લાખ રૂપિયાનો હાથ ફેરો કરી ગઈ હતી. પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: મોંઘીદાટ હોટેલમાં રોકાઈને મોજશોખ માટે લૂંટ કરનારો આરોપી ઝડપાયો
ભવાની મેડીકલમાં પણ આ પ્રકારે જ મહિલાઓએ જ ચોરી કરી
પ્રાપ્ત માહિતી અનુસાર પોરબંદરમાં લીમડા ચોક વિસ્તારમાં આવેલી શિવમ સ્ટીલ નામની દુકાન માલિક ભીખાભાઈ લાલજી રાડીયાએ ફરિયાદ નોંધાવી છે. તે આજે દુકાનમાં હતા તે સમયે એક મહિલા અને તેની પુત્રી વસ્તુ લેવા આવી હતી. દુકાનદારની નજર ચૂકવી ખાનામાં પડેલા લાખ રૂપિયા લઈને જતી રહી હતી, ત્યારે આ અંગે કીર્તિ મંદીર પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે આ અંગે મહિલાને ઝડપવાની તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ પોરબંદરના એમ.જી. રોડ પર આવેલી ભવાની મેડીકલમાં પણ આ પ્રકારે જ મહિલાઓએ જ ચોરી કરી હતી.
આ પણ વાંચો: સુરતમાં ચડ્ડી- બનિયાન ગેંગ ફરી સક્રિય