પોરબંદરમાં વોર્ડ નંબર 9માં સફાઈ તથા રસ્તા બાબતે સ્થાનિક લોકોને મુશ્કેલી વેઠવી પડે છે. જેથી સ્થાનિકો અને યુથ કોંગ્રેસે પોરબંદર-છાયા સંયુક્ત નગરપાલિકા વહીવટદારને આવેદનપત્ર પાઠવ્યું છે.

આ વિસ્તારમાં રસ્તાઓ પર કાદવ-કીચડ અને ચારે બાજુ કચરો હોવાથી ત્યાંના લોકોને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. આ ઉપરાંત ગત ઘણા સમયથી કચરો લેવા આવનારી ગાડીઓ પણ આવી નથી. જેથી આ તમામ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે યુથ કોંગ્રેસે પોરબંદર-છાંયા સયુંકત નગરપાલિકાના વહીવટદારને આવેદનપત્ર પાઠવ્યું છે.