ETV Bharat / state

બખરલા ગામના યુવાને GETની પ્રવેશ પરીક્ષામાં ઓલ ઇન્ડિયામાં ત્રીજો ક્રમાંક મેળવ્યો - Public sector

પોરબંદરના બખરલા ગામના એક યુવાન જયમલ હરદાસ ખૂંટીએ GET (ગ્રેજ્યુએટ એપ્ટીટ્યૂટ ટેસ્ટ ફોર એન્જીનિયરિંગ)ની પ્રવેશ પરીક્ષામાં ઇલેટ્રિક એન્જીનિયરરિંગમાં ઓલ ઇન્ડિયામાં ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. તેઓએ કોઇ પણ પ્રકારના કોચિંગ વગર આ સફળતા મેળવી છે.

જયમલ હરદાસ ખૂંટી
જયમલ હરદાસ ખૂંટી
author img

By

Published : Mar 21, 2021, 7:54 AM IST

Updated : Mar 21, 2021, 4:33 PM IST

  • બરખલાના યુવાને GETની પ્રવેશ પરીક્ષામાં ત્રીજો ક્રમાંક મેળવ્યો
  • યુવાને સફળતા માટે સતત દોઢ વર્ષ મેહનત કરી
  • પરીક્ષાની તૈયારી માટે PGVCLમાં જુનિયર એન્જિનિયરની નોકરી છોડી

પોરબંદર : બખરલા ગામમાં રહેતા ખેડૂત પુત્ર જયમલ હરદાસ ખૂંટીએ જણાવ્યું હતું કે, તેઓએ 2016માં વલ્લભ વિદ્યાનગરની બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયમાંથી બેચલર ઓફ એન્જીનિયરિંગની ડિગ્રી મેળવી હતી. તેઓએ રાણાવાવમાં PGVCLમાં જુનિયર એન્જીનિયર તરીકે નોકરી પણ કરી હતી. GETની પરીક્ષાની તૈયારી માટે તેઓએ નોકરી પણ મૂકી દીધી હતી. દોઢ વર્ષ સુધી સતત પરિશ્રમ કરી પરીક્ષાની તૈયારી શરુ કરી હતી.

GETની પરીક્ષાનું જયમલનું પરિણામ
GETની પરીક્ષાનું જયમલનું પરિણામ

આ પણ વાંચો : ખંભાત શહેરના બે વિદ્યાર્થીઓએ જિલ્લાનું ગૌરવ વધાર્યું

2021ની GETની પરીક્ષામાં ત્રીજો ક્રમાંક મેળવ્યો

2016માં અને ત્યારબાદ 2020માં પણ જયમલે આ પરીક્ષા આપી હતી. તેમાં સફળતા મળી ન હતી. 2021માં ફેબ્રુઆરીમાં યોજાયેલી GETની પરીક્ષામાં તેઓએ રાજકોટ કેન્દ્રથી પરીક્ષા આપી હતી. 2021ની પરીક્ષામાં તેઓ ઓલ ઇન્ડિયામાં ઈલેક્ટ્રિકલ એન્જીનિયરિંગ વિભાગમાં ત્રીજો ક્રમાંક મેળવી સફળ થયા છે.

આ પણ વાંચો : મહીસાગરમાં RTE એક્ટ હેઠળ પ્રથમ રાઉન્ડમાં 448 બાળકોને પસંદગીની શાળામાં પ્રવેશ

કોઇપણ પ્રકારના કોચિંગ વગર જાત મહેનતે પરીક્ષામાં સફળ થયા

બખરલાના ખેડૂત પુત્ર જયમલે GETની પરીક્ષામાં ઓલ ઇન્ડિયામાં ત્રીજા ક્રમાંક પર સફળતા મેળવવા તેમને જણાવ્યું હતું કે, તેઓએ આ પરીક્ષા માટે જાત મહેનત કરી હતી. તેઓએ કોઇ પણ પ્રકારનું કોચિંગ લીધું નથી કે ઓનલાઈન પણ શિક્ષણવિદોની મેદદ લીધી નથી. તેઓ દિવસ-રાત સખ્ત મહેનત કરતા હતા. સતત મહેનતના કારણે સફળતા મળી હોવાનું જણાવ્યું હતું. GETની પરીક્ષા પાસ કર્યા બાદ સરકારના પબ્લિક સેકટર અંડરટેકીંગ સેન્ટ્રલ ગવર્મેન્ટમાં તેઓને સારી પદવીની નોકરી મળી શકે છે.

Last Updated : Mar 21, 2021, 4:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.