પોરબંદરના રાણાવાવમાં આવેલા કીસાન સુવિધા કેન્દ્ર ખાતે ખેતીવાડી અધિકારી અને ખેડૂત આગેવાનોની ઉપિસ્થતીમાં ખાતરની થેલીની તપાસ કરવામાં આવતા આ થેલીઓમાં આેછું વજન જોવા મળ્યું હતું. કીસાન સુવિદ્યા કેન્દ્રના ઇન્ચાર્જ કીશનકુમાર રણજીતસિંહ નકુમ અને ડેપો આસીસ્ટન્ટ ભાવિનભાઇ વ્યાસની ઉપિસ્થતીમાં કેન્દ્ર ઇન્ચાર્જના જથ્થામાં પડી રહેલા વિવિધ ખાતરોના જથ્થાનું વજન કરવામાં આવ્યું હતું, જેમાં ડી.એ.ડી.માં 500 ગ્રામ જેટલું આેછું વજન થયું હતું અને એન.ટી.કે.માં 400 ગ્રામ જેટલું આેછું વજન જણાયું હતું.
6 મહીના જુના સ્ટોકમાં પણ આેછું વજન જોવા મળ્યું હતું. ખેડૂતોને 1 થેલી દીઠ 15 રૂપિયાનું નુકશાન થયું હોવાનું ખેડૂતોએ જણાવાયું હતું. આ અંગે ખેતીવાડી અધિકારી પરમારે જણાવ્યું હતું કે રાણાવાવમાં કરાયેલી ચકાસણીમાં 250 ગ્રામ ઓછું વજન નોંધાયું છે, જે અંગેનો રિપોર્ટ ઉપરના લેવલે મોકલવામાં આવ્યો છે.