ઉલ્લેખનીય છે કે, લોકરક્ષક પોલીસ ભરતી બોર્ડમાં અન્યાય બાબતે રબારી સમાજના યુવાનો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. જેનો આજે આઠમો દિવસ છે. આ આંદોલનમાં રબારી સમાજના 400થી વધુ રીક્ષા ચાલકો ઉપરાંત અન્યો પણ જોડાયા હતા.
આ ઉપરાંત દરરોજ રબારી સમાજના વિવિધ આગેવાનો તથા ધર્મગુરુઓ ઉપવાસી છાવણીની મુલાકાતે આવી રહ્યા છે અને અન્ય સમાજના આગેવાનો પણ આ ઉપવાસ આંદોલનને ટેકો આપી રહ્યા છે. તેમજ રબારી સમાજના યુવાનોને ન્યાય આપવાની માગ કરી રહ્યા છે. તો આજે પણ ફરી એક ઉપવાસ દરમિયાન યુવાનની તબિયત લથડી હતી અને તેને તાત્કાલિક ૧૦૮ દ્વારા સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો.