- 8 મહિના પહેલા બનેલા રોડની હાલત ખૂબ જ ખરાબ
- Private Contractorએ ભ્રષ્ટાચાર આચરી રોડનું ખરાબ કાર્ય કર્યું
- કામના રકમની ચુકવણી કરીને Contractorને Black list કરવા રજૂઆત
પોરબંદર : National High Wayથી કુતિયાણા શહેરને જોડતો રોડ 8 મહિના પહેલા બન્યો હતો. પરંતુ આ રોડની હાલત અત્યારે ખૂબ જ ખરાબ છે. આઠ મહિના પૂર્વે મંજૂર થયેલા આ રસ્તાનું કામ Private Contractorને બેફામ ભ્રષ્ટાચાર આચરીને ગુણવત્તા વગરનું ટેન્ડરના નિયમોને નેવે મૂકીને ખૂબ જ ખરાબ રીતે કરવામાં આવ્યું છે.
કુતિયાણા નગરપાલિકાના Chief Officerને આવેદન પત્ર પાઠવ્યું
કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઈ ઓડેદરાએ જણાવ્યું કે, કુતિયાણા નગરપાલિકાના Chief Officerને આવેદન પત્ર પાઠવ્યું હતું. આ બાબતે રસ્તાના કામ કરનારા Private Contractor, બિલ મંજૂર કરનાર નગરપાલિકાના એન્જિનિયર તથા સુપરવાઇઝર અને અન્ય જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા અને Contractor પાસેથી આ કામના રકમની ચુકવણી કરવા તેમજ કાયમી ધોરણે આ Contractorને Black list કરવા રજૂઆત કરી હતી.