પોરબંદર : જિલ્લામાં કુલ ત્રણ કોરોના પોઝિટિવ કેસ આવ્યા હતા. જેમાં લોકડાઉન પહેલા દુબઈથી પરત ફરેલા પોલીસ પુત્રી સ્વાતિ રાજેશગિરી ગોસ્વામીના માતા જ્યોતિબેન ગોસ્વામીનો પોરબંદરમાં પ્રથમ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ ઉદ્યોગ નગરમાં રહેતા ભરતભાઇ કાછેલાને પણ કોરોના પોઝિટિવ આવતા તેઓને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ગઈકાલે જ્યોતિબેનનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને તેમને હોસ્પિટલમાંથી મુક્ત કર્યા હતા. જ્યારે આજે સ્વાતિબેન અને ભરતભાઈનો રિપોર્ટ કોરોના નેગેટિવ આવતા તેઓને પણ હોસ્પિટલમાંથી તબીબોએ તાળીઓના ગડગડાટ સાથે મુક્ત કર્યા હતા.