- પોરબંદરમાં એક વૃદ્ધ મહિલાની હત્યા
- જમાઈએ જ કરી સાસુની હત્યા
- પોલીસે કરી જમાઈની ધરપકડ
પોરબંદર: જિલ્લાના જુરીબાગ વિસ્તારમાં તારીખ 13/4/ 2019 ના રોજએક મહિલાનું મૃત્યું થયું હતું. પ્રાથમિક તબક્કે આ મૃત્યુ કુદરતી રીતે થયું હોવાનું મનાયુ હતું પરંતુ પોલીસ તપાસમાં મહિલાનું મોઢું દબાવીને મર્ડર કર્યા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે રાણાવાવમાં રહેતા એક વ્યક્તિની ધરપકડ કરી આ મર્ડરનો ભેદ ઉકેલ્યો હતો.
મોઢુ દબાવીને કરવામાં આવી હત્યા
પોરબંદરના જુરીબાગ વિસ્તારમાં એકલવાયું જીવન જીવતા હીરીબેન બાબુભાઈ રાણાવાયા ઉંમર 65 નું મૃત્યુ થયું હતું પરંતુ પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ચોકવનાર ખુલાસો સામે આવ્યો હતો. હિરાબહેનનાના મોઢુ પર અને નાક દબાઈને હત્યા કરવામાં આવી હતી, આ બાબતની પોલીસે જાણ થતા પોરબંદર પોલિસ વડા રવી મોહન સૈનીની સૂચના અનુસાર ગુનેગારને શોધવા માટે પોરબંદરના એલસીબી તથા પેરોલ ફરલો સ્કોડના સ્ટાફની ટિમ અને ટેકનીકલ સર્વેલન્સની ટીમની મદદથી તેમજ નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત સીસીટીવી કેમેરાની મદદથી આ ગુનાને લગતી દરેક કડીઓ ઊંડાણપૂર્વક તપાસ કરી હતી.
આ પણ વાંચો : ગેંગસ્ટર પુત્રની મોતનો બદલો લેવા માતાએ 5 વર્ષ ગેંગ ચલાવી, સમય મળતા જ સરપંચનુ ઢીમ ઢાળી દીધું
જમાઈએ જ કરી હત્યા
એલસીબીના પોલીસ કોન્સ્ટેબલ ભૂપેન્દ્ર સિંહ જાડેજા તથા પેરોલ ફર્લો સ્ક્વોડના હેડ કોન્સ્ટેબલ પિયુષ બોદરને ટેકનિકલ હ્યુમન રિસોર્સિસ થી ચોક્કસ હકીકતના આધારે જાણવા મળ્યું હતું કે આ ગુનામાં સંડોવાયેલ આરોપી અર્જન મશરીભાઇ ઓડેદરા છે. તેની પોલીસે ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી હતી. આરોપીએ તેનો ગુનો કબુલ્યો હતો. અરજન ઓડેદરા મૃતક મહિલા હિરીબેનના બેનનો જમાઈ થતો હોવાનું ખુલ્યું હતુ.
આ પણ વાંચો : હત્યા કરીને મૃતદેહને બોક્સમાં પેક કરી ફેંકી દીધો હતો