પોરબંદર: દેશ-વિદેશના લોકો પોરબંદરની ખાજલી પસંદ કરે છે. મેંદાના લોટમાંથી બનતી આ ખાજલીને લોકો વર્ષો પહેલાં દૂધ સાથે નાસ્તામાં લેવાનું પસંદ કરતા હતા. આ ઉપરાંત ખાંડની ચાસણી લગાવી મીઠી વાનગી તરીકે લગ્ન પ્રસંગોમાં પીરસાતી હતી, પરંતુ હવે તો પોરબંદરની ખાજલીનો ઉપયોગ ભેટ-સોગાદ માટે પણ કરવામાં આવે છે.
પોરબંદરમાં ખાજલીનો વ્યવસાય ખૂબ ચાલી રહ્યો છે અને અહીંના લક્ષ્મીચંદ કાલિદાસ સુખડિયા 5 પેઢીથી ખાજલીનો વ્યવસાય કરી રહ્યાં છે. આ પેઢી દેશ-વિદેશમાં ખાજલીને પહોંચાડી રહ્યા છે. પેઢીના વેપારીએ જણાવ્યું કે, ભેજવાળા વાતાવરણમાં પણ ખાજલી 2 મહિના સુધી બગડતી નથી અને જ્યારે પણ ખાઈએ ત્યારે ક્રિસ્પી અને ક્રન્ચી લાગે છે.