- 8 એપ્રિલના રોજ સેનિટેશન વિભાગની મીટિંગ યોજાઇ
- સોશિયલ મીડિયા દ્વારા સદસ્યોને મળ્યો સેનિટેશન વિભાગની મીટિંગનો વીડિયો
- કોઈ અન અધિકૃત વ્યક્તિ દ્વારા લેવામાં આવી હતી મીટિંગ
પોરબંદરઃ છાયા નગરપાલિકાની સેનિટેશન વિભાગની મીટિંગ 8 એપ્રિલના રોજ મળી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા મારફતે વિરોધ પક્ષના સભ્યોને મળેલો હતો. આ વીડિયોમાં સેનિટેશન વિભાગના તાજેતરમાં નિમણૂક પામેલ કોઈ સભ્યો હાજર ન હોય તેવું જણાતા અને અનઅધિકૃત વ્યક્તિ તેની સ્ટેશનની મીટિંગ કરી રહ્યાનો સ્પષ્ટ જોઈ શકાય છે તે વિરોધ પક્ષના સદસ્યોએ ચીફ ઓફિસરને કડક પગલાં ભરવા માગ કરી હતી.
આ પણ વાંચોઃ ફી મુદ્દે આર્ય કન્યા ગુરુકુળમાં વાલીઓની સાથે મીટિંગ યોજાઇ
અન અધિકૃત વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માગ કરી
પોરબંદર છાયા નગરપાલિકાના વિરોધ પક્ષના સદસ્યોને ફારૂક ભાઈ સુર્યા, ભાનુબેન હીરાલાલ જુંગી ,જીવન ભાઈ રણછોડભાઈ જુંગી ,વિજુબેન ધર્મેશ ભાઈ પરમાર તથા ભીખાભાઈ ઢાકેચા અને રસીદાબેન દિલાવરભાઈ જોખિયાએ ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી કે, 8 એપ્રિલ 2021 ના રોજ સેનિટેશન વિભાગની મીટિંગ લેવામાં આવી હતી. જેમાં કોઈ સદસ્યો હાજર ન હતા અને મીટિંગમાં અન અધિકૃત વ્યક્તિને મીટિંગ લેવાની સતા અને અધિકાર કોને આપ્યો !તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માગ કરી હતી. આ બાબતે ચીફ ઓફિસર હેમંત પટેલને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, આ બાબતે તાકીદની જાણ કરવામાં આવી છે. હવે પછી પ્રકારે મીટિંગ ક્યારેય ન થવી જોઈએ તેમ સદસ્યોને સૂચના આપી હોવાનું જણાવ્યું હતું.