આ પ્રસંગે સ્કૂલની વિદ્યાર્થિનીઓએ ટ્રાફિક નિયમો અંગે વક્તવ્ય આપ્યું હતું. ઉપરાંત જિલ્લા કલેકટર મોદીએ તેના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, નિયમો બધા જ જાણે છે પરંતુ પાલન કરતા નથી જ્યારથી લોકો નિયમોનું પાલન કરવાનું શરૂ કરશે ત્યારથી ટ્રાફિકમાં વ્યવસ્થા જળવાશે. આ ઉપરાંત નેધરલેન્ડના એક પ્રસંગનો અનુભવ જણાવ્યો હતો કે, ફોરેનમાં ટ્રાફિક પોલીસ ઓછી હોય છે કારણ કે ત્યાંના લોકો ટ્રાફિક નિયમનનું વધુ પાલન કરે છે અને જો વધુ drink કરેલ હોય તો ત્યાંના લોકો કાર ચલાવવાનુ ટાળે છે.
આ ઉપરાંત ઇન્ચાર્જ SP ભરત પટેલ પણ તેના ઉદબોધનમાં લોકોને ટ્રાફિક અંગે સ્વયં શિસ્ત જાળવવા અને ટ્રાફિક નિયમનના પાલન કરવા અંગે લોકોને જણાવ્યું હતું ત્યાર બાદ કલેકટર મોદીના હસ્તે લીલીઝંડી ફરકાવી ટ્રાફિક અવેરનેસ રેલી યોજાઇ હતી. ટ્રાફિક સપ્તાહની ઉજવણી તારીખ 11 થી 17 જાન્યુઆરી સુધી કરવામાં આવશે જેમાં મેડીકલ કેમ્પ, બ્લડ ડોનેશન, કેમ્પ રેલી traffic rules અંગેનો સેમિનાર વિવિધ કોલેજમાં ડિબેટ અને ક્વિઝ કોમ્પિટિશન પણ રાખવામાં આવશે અને 17 જાન્યુઆરીના રોજ સુદામાચોક ખાતે સમાપન સમારોહ યોજાશે.