ETV Bharat / state

કોરોના ઇફેક્ટ: પોરબંદરમાં આ વર્ષે પતંગના વ્યવસાયને પડ્યો મંદીનો માર - Kite Bazaar

14મી જાન્યુઆરીના રોજ ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે દર વર્ષે ઉત્તરાયણના આગળના દિવસોમાં લોકો વધુમાં વધુ પતંગ તથા દોરીની ખરીદી કરતા હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાના કારણે ગ્રાહકોની સંખ્યા પણ ઘટી ગઈ છે. લોકોમાં ઉત્તરાયણને લઈ કોઈ પ્રકારનો ઉત્સાહ ન હોય તેવું જણાઈ રહ્યું હતું. પોરબંદરમાં દર વર્ષે ખીજડી પ્લોટમાં પતંગ બજાર યોજાય છે, જ્યાં પણ મંદીનું માહોલ દેખાયો હતો.

પતંગના વ્યવસાયને પડ્યો મંદીનો માર
પતંગના વ્યવસાયને પડ્યો મંદીનો માર
author img

By

Published : Jan 13, 2021, 8:52 PM IST

  • પતંગ વ્યવસાયમાં મંદીનો માહોલ
  • પતંગના સ્ટોલમાં ગ્રાહકોની પાંખી હાજરી
  • કોરોનાના કારણે પતંગના ઉત્પાદનમાં પણ ઘટાડો

પોરબંદરઃ વિશ્વભરમાં કોરોનાનું સંક્રમણ ના કારણે અનેક લોકોના વ્યવસાયમાં પણ મોટો ફટકો પડયો છે. જેમાં પતંગનો વ્યવસાય પણ બાકાત નથી રહ્યો અને આ વર્ષે પતંગનું ઉત્પાદન પણ કોરોના મહામારીના કારણે ઓછું કરવામાં આવ્યું છે.

પતંગના વ્યવસાયને પડ્યો મંદીનો માર
પતંગના વ્યવસાયને પડ્યો મંદીનો માર

ખીજડી પ્લોટની પતંગ બજારમાં મંદીનો માહોલ

દર વર્ષે અવનવી વેરાયટી આવતી હોય છે, પરંતુ આ વર્ષે કોઈ પ્રકારની નવી વેરાઈટી આવી નથી. માત્ર સામાન્ય પતંગ જ બજારમાં આવ્યાં છે અને ઉત્પાદન ઘટ્યું હોવાના કારણે ભાવમાં વધારો થયો છે, જેના કારણે પણ લોકો દ્વારા થતી પતંગની ખરીદીમાં ઘટાડો થયો છે. પોરબંદરમાં દર વર્ષે ખીજડી પ્લોટમાં પતંગ બજાર યોજાય છે, જ્યાં પણ મંદીનું માહોલ દેખાયો હતો.

પતંગ
પતંગ
કોરોનાના સૂચનો વાળા પતંગો બજારમાં આવ્યાં

આમ તો દર વર્ષે ઉત્તરાયણ નિમિત્તે રાજકીય નેતાના ફોટાવાળા પતંગો બજારમાં આવતા હોય છે, પરંતુ આ વર્ષે કોઈ રાજકીય નેતાના પતંગો પણ બજારમાં આવ્યાં નથી, જેથી ચૂંટણીનો માહોલ હજુ પતંગમાં જામ્યો નથી એવું પણ કહી શકાય. માત્ર કોરોના વાઈરસના સુત્રો લખેલા પતંગો હાલ બજારમાં આવ્યા છે. જો બકા માસ્ક પહેરો અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરોના સૂચનો વાળા પતંગો બજારમાં જોવા મળી રહ્યા છે, પરંતુ પતંગના ભાવમાં વધારો થવાના કારણે પતંગ તથા દોરીના વેચાણમાં ઘટાડો નોંધાયો છે.

પોરબંદરમાં આ વર્ષે પતંગના વ્યવસાયને પડ્યો મંદીનો માર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.