આ ઘટનામાં માતા-પુત્રી કુછડી ગામે ગયા હતા અને ત્યાંથી બપોરે પોરબંદર ખરીદી કરીને પારાવાડા જતા હતા. એકટીવા લઇને માતા દેવીબેનને બેસાડીને વાડીએ જતા હતા. ત્યારે બુધવારે સાંજે સાડા છ વાગ્યે કીચડને કારણે સ્કુટર સ્લીપ થાય નહી તે માટે દેવીબેન ઉતરીને ચાલીને જતા હતા.
વાડીના નાકાના રસ્તે પહોચ્યા ત્યારે આ યુવતિના પિતા ભીમા નાથા અને કાકા વેજા નાથા તથા પોપટ સવદાસ, મહેશ સવદાસ, કેશુ સીદી તથા સવદાસ વણઘો વગેરે છ શખ્સો લોખંડના પાઇપ લઇને યુવતિની નજર સામે જ તેની માતા આડેધડ માર મારીને હાથ-પગમાં ગંભીર ઇજા પહોચાડી હતી.
યુવતિએ બુમાબુમ કરી મુકી હતી તેની ઉપર પણ હુમલાની કોશીષ થઇ હતી. તે દોડીને નજીકમાં આવેલા ભીખુભાઇની વાડીએ જતી રહી હતી. બનાવની જાણ કરતા ભીખુભાઇ એ પોલાભાઇ સરપંચને ફોન કરીને બનાવની જાણ કરતા 108ને બોલાવવામાં આવી હતી.
ઇમરજન્સી સેવા 108 આવતા તેમાં પ્રાથમિક સારવાર આપીને મહીલાને સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જેમાં બન્ને પગમાં ફેકચર અને માથામાં ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ ત્યાં દેવીબેનની તબીયત લથડતા તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.