પોરબંદરઃ જિલ્લાનાં છાંયા શહેર વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા જાહેર કરાયેલા કન્ટેઇન્ટમેન્ટ વિસ્તાર તથા આજુબાજુના બફર ઝોન વિસ્તારમાં કોરોના વાઇરસના ઝડપી સંક્રમણને રોકવા જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ તથા અર્બન હેલ્થ સેન્ટર છાંયાના મેડીકલ સ્ટાફે કામગીરી હાથ ધરી છે. જે અંતર્ગત મેડીકલ ટીમે ઘરે ઘરે જઇને 945 જેટલા લોકોની આરોગ્ય તપાસણી કરવાની સાથે કોરોનાથી સાવચેત રહેવા જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ. કન્ટેઇન્ટમેન્ટ વિસ્તારમાં આયુષ દવાનું વિતરણ કરવાની સાથે અહીં રહેતા તમામ લોકોની આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી.
પોરબંદરના કન્ટેઇન્ટમેન્ટ તથા બફર ઝોન વિસ્તારમાં આરોગ્ય ટીમે સર્વે કર્યો - Number of corona in Porbandar
પોરબંદર જિલ્લામાં વધતા કોરોનાના સંક્રમણને લઇને તંત્ર દ્વારા અનેક પગલા લેવામાં આવી રહ્યા છે. કોરોના પોઝિટિવ કેસ નોંધાતા અર્બન હેલ્થ સેન્ટર છાંયાના મેડીકલ સ્ટાફ દ્વારા ઘરે ઘરે જઇને 945 જેટલા લોકોની આરોગ્ય તપાસણી કરવાની સાથે કોરોનાથી સાવચેત રહેવા જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ.