પોરબંદર: એક તરફ કોરોના મહામારીની આફત સામે સમગ્ર વિશ્વ લડી રહ્યું છે, ત્યારે ભારતમાં પણ કોરોના વાઇરસ સામે લડવા માટે સરકાર અને લોકોએ કમર કસી છે. ખાસ કરીને ભારત સરકાર સામે આર્થિક કટોકટીએ મોટું સંકટ સર્જાય એમ છે. આ માટે ભારત સરકાર દ્વારા અનેક જાહેરાતો કરવામાં આવી છે. જેમાં માછીમારો અને પશુપાલકોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે. તેવી જાહેરાત કરવામાં આવી હતી.
આ નિર્ણયને માછીમારોએ આવકાર્યો છે અને માછીમારો માટે અલગ મંત્રાલય બનાવવામાં આવે તેવી અનેકવાર રજૂઆત કરવામાં આવી છે. ખાસ કરીને લોકડાઉનની સ્થિતિમાં માછીમારોને વધુમાં વધુ કપરી મુશ્કેલીઓનો સામનો વર્તમાનમાં કરવો પડી રહ્યો છે અને આ સમયે સરકાર દ્વારા કરવામાં આવતી આ મદદથી માછીમારોને લાભ મળશે તેમ પોરબંદર માછીમાર બોટ એસોસીએસનના પ્રમુખ અશ્વિનભાઈ જુંગીએ જણાવ્યું હતું.