પોરૂંદરઃ જિલ્લાના મોકર ગામના સરપંચ લક્ષ્મણભાઈના જણાવ્યા અનુસાર મોકર ગામના પૂર્વ તરફનો સીમ વિસ્તાર, પાછવાડા સિમ વિસ્તાર, મરસા સિમ, તલી પટી સિમ વિસ્તારના ખેડૂતો અને રાહદારીઓ મોકરથી રાણાવાવ સુધીની અવરજવર માટે અહીંથી પસાર થાય છે.
આ રસ્તો ઘણા વર્ષોથી કાચો રસ્તો છે. દરવર્ષે ખેડૂતો ચોમાસાની સિઝન બાદ સ્વખર્ચે જરૂરી સમારકામ કરાવે છે. રસ્તાના સમારકામ અંગે ગ્રામજનોએ વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરી છે. તેમ છતાં પણ આજ સુધી કોઈ કામ કરવામાં આવ્યું નથી.
મોકર ગામથી આશરે બે કિલોમીટર સુધીનો આ રસ્તો આરસીસીનો બનાવવામાં આવે તો મોકર ગામના લોકો સહિત ખેડૂતો પણ આ રસ્તાનો કાયમી ઉપયોગ કરી શકે. જેને લઇ આજે મંગળવારે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું અને રસ્તો વહેલી તકે બનાવવા વિનંતી કરાઇ હતી.