ETV Bharat / state

પોરબંદરમાં દુકાન ખાલી કરાવવા બાબતે 50 લોકોના ટોળાએ મહિલા પર કર્યો હુમલો

પોરબંદર: જિલ્લામાં દુકાન ખાલી કરવાના મનદુ:ખમાં દુકાન ચલાવતી મહિલા પર 50 લોકો દ્વારા માર મારવામાં આવ્યો હતો. જેમાં ગેરકાયદેસર મંડળી રચીને અન્ય મહિલા સહિત અમુક લોકોએ માર માર્યો હોવાની પોલીસ ફરિયાદ કરાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોરબંદરમાં દુકાન ખાલી કરાવવા બાબતે 50 લોકોના ટોળાએ મહિલા પર કર્યો હુમલો
author img

By

Published : Jun 24, 2019, 11:26 PM IST

Updated : Jun 25, 2019, 12:10 AM IST

પોરબંદરના માધવપાર્કમાં રહેતા હેતલબેન સલેટે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના માતા-પિતા સાથે પોરબંદર રહે છે અને તેનો પતિ સંદીપ ફોફંડી અમદાવાદ નોકરી કરે છે. પોતે લો કોલેજમાં LLBનો અભ્યાસ કરે છે. તેના કૌટુંબિક ભાઇ શૈલેષ સલેટ સાથે રાણીબાગ એમ.જી.રોડ પર શ્રીજી પુરીશાક અને ગાંઠીયાની દુકાન ભાગીદારીમાં ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે.

હેતલબેન તથા તેમનો 5 વર્ષનો પુત્ર ધ્વનિલ ગાંઠીયાની દુકાન ચલાવે છે, જે તાલુકા પંચાયત હસ્તકની છે. ભાડા કરારથી કાનાભાઇ ઓડેદરા નામની ભાડા ચીઠ્ઠી આવે છે અને એ ભાડુ આ મહિલાના ભાગીદાર શૈલેષભાઇ ભરે છે. પરંતુ રવિવારે દુકાન ખાલી કરાવવા માટે લીલુબેન તથા રમાબેન સલેટ, કાનાભાઇ ઓડેદરા અને અન્ય લોકોનું ટોળું દુકાનમાં આવી પહોચ્યું હતું. સાથે જ ‘આ દુકાન ખાલી કરી આપો’ એવું કહેતા હેતલબેને ના પાડી હતી. આથી મારામારી કરતા 50 લોકોના ટોળાએ મારા માર્યાની ફરિયાદ હેતલબેને નોંધાવી છે.

હેતલબેન તથા શૈલેષભાઇએ કોર્ટમાં સિવિલ કેસથી રેગ્યુલર દીવાની મુકદમાનો કેસ કાનાભાઇ ઓડેદરા વગેરે સામે દાખલ કર્યો હતો, જે હજુ સુધી પેન્ડિંગ છે. તેમ છતાં દુકાન ખાલી કરાવવા અવાર-નવાર દબાણ કરતા હતા. પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Intro:
પોરબંદર માં મહિલા અસુરક્ષિત ? પોરબંદરમાં દુકાન ખાલી કરાવવા બાબતે મહિલા પર હુમલો

પોરબંદરમાં દુકાન ખાલી કરવાના મનદુઃખમાં દુકાન ચલાવતી મહિલા પર પચાસેક માણસોના ટોળા દ્વારા ગેરકાયદેસર મંડળી રચી અન્ય મહીલા સહિત અમુક લોકોએ માર માર્યો હોવાની પોલીસ ફરિયાદ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

પોરબંદરના રોકડીયા હનુમાન મંદિર પાછળ માધવપાર્કમાં રહેતા હેતલબેન ધીરજલાલ સલેટ એ પોલીસ ફરિયાદ માં જણાવ્યું હતું કે તે તેના માતા-પિતા સાથે પોરબંદર રહે છે અને તેનો પતિ સંદીપ રામજી ફોફંડી અમદાવાદ નોકરી કરે છે. પોતે લો કોલેજમાં એલએલબીનો અભ્યાસ કરે છે અને તેના કૌટુંબીકભાઇ શૈલેષ ભીખુભાઇ સલેટ સાથે રાણીબાગ એમ.જી.રોડ ઉપર શ્રીજીપુરીશાક અને ગાંઠીયાની દુકાન ભાગીદારીમાં ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે.

હેતલબેન તથા તેમનો પાંચ વર્ષનો પુત્ર ધ્વનિલ પોતે ગાંઠીયાની દુકાન ચલાવે છે તે દુકાન તાલુકા પંચાયત હસ્તકની છે અને ભાડા કરારથી કાનાભાઇ બાલુભાઇ આેડેદરા નામની ભાડા ચીઠ્ઠી આવે છે અને એ ભાડું આ મહીલાના ભાગીદાર શૈલેષભાઇ ભરે છે પરંતુ રવિવારે દુકાન ખાલી કરાવવા માટે લીલુબેન તથા રમાબેન ભીખુભાઇ સલેટ, કાનાભાઇ બાલુભાઇ આેડેદરા અને અન્ય લોકો ટોળુ દુકાનમાં આવી પહાેંચ્યું હતું અને ‘આ દુકાન ખાલી કરી આપો’ એવું કહેતા હેતલબેને ના પડી હતી આથી મારામારી કરતા 50 ના ટોળા સામે હેતલબેને મારામારી કર્યાની ફરિયાદ નોંધાવી છે

Body:
મહીલા તથા શૈલેષભાઇએ કોર્ટમાં સીવીલ કેસથી રેગ્યુલર દીવાની મુકદમાનો કેસ કાનાભાઇ આેડેદરા વગેરે સામે દાખલ કરેલ હતો જે હજુ પેન્ડીગ છે તેમ છતાં દુકાન ખાલી કરાવવા અવાર-નવાર દબાણ કરતા હતા. જેમાં પચાસેક માણસોના ટોળા સામે ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે.પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે Conclusion:
Last Updated : Jun 25, 2019, 12:10 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.