પોરબંદર: સિવિલ હોસ્પિટલની હાલત અત્યારે સ્મશાનભૂમિ જેવી બની છે, તેમ કોંગ્રેસના નેતા અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું. સરકાર મૃત્યુદર ઘટાડવામાં નિષ્ફળ નીવડી છે આજના અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી આવેલ આંકડા પ્રમાણે 383 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેની સામે 343 દર્દીઓના મોત થયા છે. તેમ અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તાકીદે પગલા લેવામાં આવે અને સારવારનું તંત્ર સુધારવામાં આવે. તેમજ દર્દીઓના કુટુંબીઓ પ્રત્યે સંવેદનશીલ બંની મૃત્યુદર અટકાવવામાં આવે તેવી વિનંતી રાજ્ય સરકારને કરી હતી. કોરોના ફેલાવતો અટકાવવા માટે રાજ્ય સરકાર નિષ્ફળ નીવડી છે. તેમજ સારવાર આપવામાં પણ સરકાર નિષ્ફળ નીવડી છે. તો ઘણા દર્દીઓ જીવે છે કે, મરે છે તેનો ખ્યાલ પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તંત્રને નથી હોતો. આ બાબતે યોગ્ય પ્રકારની સમિતિ રચી યોગ્ય તપાસ કરવા માંગ કરી હતી.
આ ઉપરાંત તાજેતરમાં લોકડાઉન 4 અંતર્ગત જિલ્લાભરમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં આવવા જવા માટે બસ સુવિધાનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. તેમાં પણ મુસાફરોનું આરોગ્ય કર્મી દ્વારા જ યોગ્ય રીતે સ્ક્રીનિંગ કરવામાં આવે તો જ કોરોના ફેલાવતો અટકાવી શકાશે, નહીં તો કોરોના વાયરસ સંક્રમણ વધે તેવી શક્યતા વર્તાઇ રહી છે, તેમ અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું.