ETV Bharat / state

પોરબંદરમાં એચ. એસ. એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ખીદમત-એ-ખલ્ક ગ્રુપ દ્વારા દવાખાનું શરૂ કરાયું - Khidmat-e-Khalq Group

પોરબંદર શહેરમાં એસ. એસ. એજ્યુંકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ખીદમત-એ-ખલ્ક ગ્રુપે લોકોની સુખાકારી માટે રાહત દવાખાનું શરુ કરાયું છે. ગત તારીખ 31 મેં, 2021ને સોમવારના રોજ પોરબંદર-છાયા પાલિકાના ચીફ ઓફિસર હેમંત પટેલે રાહત દવાખાનાનું ઉદ્ઘાટન કર્યું હતુ. આ ઉપરાંત લોકોને આ દવાખાનોનો લાભ લેવા અપીલ કરી હતી.

પોરબંદરમાં એચ. એસ. એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ખીદમત-એ-ખલ્ક ગ્રુપ દ્વારા દવાખાનું શરૂ કરાયું

author img

By

Published : Jun 1, 2021, 10:20 AM IST

  • રાહત દવાખાનું દરરોજ સાંજે 6થી 8 કાર્યરત રહેશે
  • દવાખાનાનું પોરબંદર-છાયા પાલિકાના ચીફ ઓફિસરના હસ્તે ઉદ્દઘાટન કરાયું
  • આ દવાખાનાથી અનેક લોકોને લાભ મળશે
  • 20 રૂપિયામાં જરૂરી દવાઓ સાથે નિષ્ણાત તબીબ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે

પોરબંદરઃ શહેરમાં એસ. એસ. એજ્યુંકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ખીદમત-એ-ખલ્ક ગ્રુપ દ્વારા દવાખાનું શરુ કરાયું છે. ગત તારીખ 31 મેં, 2021ને સોમવારના રોજ પોરબંદર-છાયા પાલિકાના ચીફ ઓફિસર હેમંત પટેલના હસ્તે રાહત દવાખાનાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ.

રાહત દવાખાનું દરરોજ સાંજે 6થી 8 કાર્યરત રહેશે

આ પણ વાંચોઃ રાજકોટમાં 50 બેડની નિ:શુલ્ક કોવિડ કેર હોસ્પિટલ શરૂ થઇ

લોકોને લાભ લેવા ફારૂકભાઈ સુર્યા તથા ખીદમત-એ-ખલક ગ્રુપના તમામ સભ્યોની અપીલ

આ રાહત દવાખાનું જનતા વેબ્રિજ સામે, સુભાસનગર રોડ, ખાડી વિસ્તાર, પોરબંદર ખાતે દરરોજ સાંજે 6થી 8 માત્ર રૂપિયા 20માં જરૂરી દવાઓ સાથે ડો. બંસરી માંડલની (bhms), પોરબંદરના જાણીતા અને અનુભવના ભંડાર એવા ફિઝિશ્યન ડોક્ટર સુરેશ ગાંધીના માર્ગદર્શન હેઠળ તેમની સેવાઓ આપશે. જરૂરીયાતમંદ દર્દીઓને આ સેવાનો લાભ લેવા પોરબંદર-છાયા પાલિકાના વોર્ડ ન. 6ના કાઉન્સિલર અને એચ. એસ. ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ફારૂકભાઈ સુર્યા તથા ખીદમત-એ-ખલક ગ્રુપના તમામ સભ્યોએ અપીલ કરી છે.

દવાખાનાનું પોરબંદર-છાયા પાલિકાના ચીફ ઓફિસરના હસ્તે ઉદ્દઘાટન કરાયું

મ્યુ. કાઉન્સિલ ફારૂકભાઈ સૂર્યા અને તેના ગ્રુપે અંગત રસ દાખવી સુવિધા ઉપલબ્ધ કરાવી

ઉલ્લેખનીય છે કે, આ પછાત ગણાતા વિસ્તારમાં આરોગ્યની સુવિધા માટે આ પ્રકારના દવાખાનાની ખાસ જરૂર હતી. લોકોને સામાન્ય તાવ, શરદી, ઉધરસ કે સામાન્ય તકલીફમાં દૂર ક્યાંય હેરાન થવું પડે નહીં તે માટે આ વિસ્તારના મ્યુ. કાઉન્સિલ ફારૂકભાઈ સૂર્યા અને તેના ગ્રુપે અંગત રસ દાખવીને તેમના ખિદમત-એ-ખલ્ક ગ્રુપ દ્વારા ચાલતી સામાજિક સંસ્થા મારફત આ સુવિધા ઉપલબ્ધ કરાવી હતી.

આ પણ વાંચોઃ ગઢડામાં કોવિડ હોસ્પિટલ શરૂ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.