ETV Bharat / state

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ વહીવટી તંત્ર બન્યું સજ્જ

author img

By

Published : Feb 27, 2021, 11:01 PM IST

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે જિલ્લાતંત્ર સજ્જ બન્યું છે. 28 ફેબ્રુઆરીના રોજ યોજાનારી નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ વહીવટી તંત્ર બન્યું સજ્જ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ વહીવટી તંત્ર બન્યું સજ્જ
  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ને લઇ પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર સજ્જ
  • 1.85 લાખથી વધુ મતદારો પોરબંદર નગરપાલિકાની ચૂંટણીમાં કરશે મતદાન
  • પોરબંદર જિલ્લામાં આવતી કાલે 728 મતદાન મથકો પર થશે મતદાન

પોરબંદરઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે જિલ્લાતંત્ર સજ્જ બન્યું છે. 28 ફેબ્રુઆરીના રોજ યોજાનારી નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આવતી કાલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોરબંદર-છાંયા નગરપાલિકા વિસ્તારમાં કુલ 1 લાખ 85 હજારથી વધુ મતદારો, પોરબંદર જિલ્લા પંચાયતમાં કુલ 2 લાખ 39 હજારથી વધુ મતદારો, પોરબંદર તાલુકા પંચાયતમાં 1 લાખ 34 હજારથી વધુ મતદારો, રાણાવાવ તાલુકા પંચાયતમાં 49 હજારથી વધુ મતદારો તથા કુતિયાણા તાલુકા પંચાયતમાં 55 હજારથી વધુ મતદારો નોંધાયેલા છે. જિલ્લાના આ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

પોરબંદર જિલ્લામાં આવતી કાલે 728 મતદાન મથકો પર થશે મતદાન

પોરબંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી છે. જિલ્લામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કુલ 728 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. જેમાં પોરબંદર-છાંયા નગરપાલિકા વિસ્તારમાં 168 મતદાન મથકો, પોરબંદર જિલ્લા પંચાયત વિસ્તારમાં 280 મતદાન મથકો, પોરબંદર તાલુકા પંચાયત વિસ્તારમાં 154 મતદાન મથકો, રાણાવાવ તાલુકા પંચાયત વિસ્તારમાં 58 મતદાન મથકો, કુતિયાણા તાલુકા પંચાયત વિસ્તારમાં 67 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. જેમાં તાલીમ પામેલા જવાબદાર કર્મચારીઓ, અધિકારીઓ ફરજ બજાવશે.

પોરબંદર જિલ્લામાં 110 સંવેદનશીલ મતદાન મથકો તથા 49 અતિસંવેદનશીલ મતદાન મથકો

પોરબંદર જિલ્લામાં યોજનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ મતદાન પૈકી 110 સંવેદનશીલ મતદાન મથકો તથા 49 અતિસંવેદનશીલ મતદાન મથકો જાહેર કરાયેલા છે. તે પૈકી પોરબંદર-છાંયા નગરપાલિકા વિસ્તારમાં કુલ મતદાન મથકો ૧૬૮ છે. જેમાં 37 મતદાન મથકો સંવેદનશીલ,16 મતદાન મથકો અતિસંવેદનશીલ, પોરબંદર તાલુકા પંચાયત વિસ્તારમાં કુલ 154 મતદાન મથકો છે. જે પૈકી ૫૩ મતદાન મથકો સંવેદનશીલ, 18 મતદાન મથકો અતિસંવેદનશીલ, રાણાવાવ તાલુકા પંચાયત વિસ્તારમાં કુલ ૫૯ મતદાન મથકો છે. જે પૈકી ૫ મતદાન મથકો સંવેદનશીલ, 10 મતદાન મથકો અતિસંવેદનશીલ. તથા કુતિયાણા તાલુકા પંચાયત વિસ્તારમાં કુલ ૬૭ મતદાન મથકો છે. જે પૈકી ૧૫ મતદાન મથકો સંવેદનશીલ તથા ૫ મતદાન મથકો અતિસંવેદનશીલ નોંધાયેલા છે.

પોરબંદર જિલ્લામાં જુદી જુદી ચાર જગ્યાએ યોજાશે મતગણતરી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત પોરબંદર જિલ્લામાં જુદી-જુદી ચાર જગ્યાઓએ મતગણતરી સ્થળો નક્કી કરાયા છે.જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો તા.૨ માર્ચના રોજ જાહેર કરવામાં આવશે. જિલ્લાતંત્ર દ્રારા મતગણતરીના સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. જે પૈકી પોરબંદર જિલ્લા પંચાયત પોરબંદર તાલુકો, પોરબંદર તાલુકા પંચાયત વિસ્તારની મતગણતરીનું સ્થળ માધવાણી કોલેજ પોરબંદર, જિલ્લા પંચાયત રાણવાવ તાલુકો તથા તાલુકા પંચાયત રાણાવાવ તાલુકાનું મતગણતરી સ્થળ સરકારી વિનયન કોલેજ રાણાવાવ, જિલ્લા પંચાયત કુતિયાણા તાલુકો તથા તાલુકા પંચાયત કુતિયાણા તાલુકાની મતગણતરી સ્થળ સરકારી હાઈસ્કૂલ કુતિયાણા તથા પોરબંદર-છાંયા નગરપાલિકા મતવિસ્તારની મતગણતરી સ્થળ સરકારી પોલીટેકનીક પોરબંદર નક્કી કરવામાં આવેલી છે.

પોરબંદર જિલ્લામા પોલીંગ અને પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમા મતદાન મથકો પર મતદારો મતદાન કરશે

પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કર્મયોગીઓ તૈનાત કરવામા આવ્યા છે. જિલ્લામા જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ તથા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીના સંકલનમા તથા ચૂંટણી અધિકારીઓની દેખરેખ હેઠળ પોલીંગ અને પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમા મતદાન મથકો પર મતદારો મતદાન કરશે.
જે મુજબ પોરબંદર-છાયા નગરપાલિકા વિસ્તારમા ૧૧૦૦થી વધુ પોલીંગ સ્ટાફ, પોરબંદર તાલુકા પંચાયતની ચૂંટણી માટે એક હજારથી વધુ પોલીંગ સ્ટાફ, રાવાવાવ તાલુકા પંચાયત ચૂંટણી માટે ૩૫૦થી વધુ પોલીંગ સ્ટાફ તથા કુતિયાણા તાલુકા પંચાયત ચૂંટણી માટે ૪૦૦થી વધુ પોલીંગ સ્ટાફ ફરજ બજાવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.