- પોરબંદરમાં માછીમારોની બોટ પાર્કીંગની સમસ્યાનું આવશે સમાધાન
- ફિશરિઝ વિભાગ અને ગુજરાત મેરિટાઇમ બોર્ડના ગાંધીનગરના અધિકારીઓ બંદર પર કર્યો સર્વે
- ખારવા સમાજના આગેવાનને સાથે રાખી કરાયો હતો સર્વે
પોરબંદર: બોટ પાર્કિંગ સમસ્યાને કારણે માછીમારોને પારાવાર હાલાકી વેઠવી પડી રહી છે, ત્યારે આ સમસ્યા અંગે અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી ત્યારે ગાંધીનગરના ફિશરીઝ વિભાગ અને ગુજરાત મેરિટાઇમ બોર્ડના અધિકારીઓની એક ટીમ આજે શનિવારે પોરબંદરના બંદર પર સર્વે કરવા આવી હતી.
આ પણ વાંચો:જામનગરના દરિયા કિનારે બે નંબરનું સિગ્નલ લગાવાયું, દરિયો ન ખેડવા સૂચના અપાઈ
જેટી બનાવી ડ્રેઝીંગ કરીને બોટ રાખવાની મુશ્કેલીમાંથી રાહત થશે
પોરબંદરના માછીમારો નાની બોટ પાર્કીગની સમસ્યાના કારણે માછીમારોને મુશ્કેલી ન પડે તે સમસ્યાને હલ કરવા ગાંધીનગર ઓફીસ વિભાગ અને ગુજરાત મેરિટાઇમ બોર્ડના અધિકારીઓએ પોરબંદરના બંદર પર સર્વેની કામગીરી હાથ ધરી હતી. જેમાં ખાડીમાં પાર્કિંગની જગ્યાએ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને બાપાસીતારામ વિસ્તાર અને લકડી બંદરના વિસ્તારમાં જેટી બનાવી ડ્રેઝિંગ કરીને વહેલી તકે આ સમસ્યાના નિવારણ માટે નિરીક્ષણ કરવાની કામગીરી હાથ ધરી હતી. આ તકે ધારાસભ્ય બાબુ બોખીરિયા ફિશરીઝ વિભાગના કમિશ્નર ડી. પી. દેસાઈ વેરાવળ નાયબ નિયામક પટની તથા ગોહેલ GMBના મુખ્ય ઇજનેર પી. બી. ટલવાડિયાએ ગુજરાત રાજ્ય સમસ્ત ખારવા જ્ઞાતિના વાણોટ પ્રેમજીભાઈ ખુદાઈ સહિતના આગેવાનોને સાથે રાખી સર્વે કરાયો હતો અને બાપાસીતારામ વિસ્તારમાં બોટ પાર્ક થઈ શકે તે જગ્યા બતાવવામાં આવી હતી અને આ જગ્યાએ નિરીક્ષણ કર્યા બાદ અધિકારીઓએ વહેલી તકે બોટ પાર્કીગની સમસ્યાના ઉકેલ માટે કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો:અરબી સમુદ્રમાં જરૂરી કાગળિયા વગરની માછીમારી બોટો પકડાઇ, ઓખા ફિશરીશ ખાતાએ કડક કાર્યવાહી કરી