પોરબંદર : કોરોના વાઇરસના નિયંત્રણ તેમજ શંકાસ્પદ દર્દીઓની ઓળખ થાય અને તેમને સમયસર સારવારની સાથે રોગને ફેલાવોતો અટકાવવા તેમને અલગ રાખી શકાય તે માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્રારા ઉડીને આખે વળગે તેવી કામગીરી કરવામાં આવી છે. આ તકે નિવાસી અધિક કલેકટર રાજેશ એમ.તન્નાએ જણાવ્યું હતુ કે, જિલ્લા કલેકટર ડી.એન.મોદીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં જનતાના સહાકારથી કોરોના વાઇરસ નિયંત્રણ, જનજાગૃતિ અને સાવચેતી બાબતે ટીમ વર્કથી કામ થઇ રહ્યુ છે. હજુ સુધી જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.
પોરબંદર જિલ્લામાં 3.82 લાખ વ્યક્તિઓનો કરાયો સર્વે - પોરબંદર આરોગ્ય વિભાગ
પોરબંદર જિલ્લામાં 3.82 લાખ વ્યક્તિઓનો સર્વે કરાયો હતો. આરોગ્ય કંટ્રોલરૂમમાં કર્મચારીઓ રાત દિવસ ફરવ બજાવે છે. આ તકે 55 તબીબો સહિત 950થી વધુ આરોગ્ય કર્મચારીઓ આ કામગીરીમાં જોડાયા છે.