ETV Bharat / state

પોરબંદરની વિદ્યાર્થીનીએ સિવિલ એન્જીનિયરીંગમાં મેળવ્યું ગોલ્ડ મેડલ - Gujarati News

પોરબંદરઃ જિલ્લાના રાણાવાવમાં યુવતીએ મજીઠીયા ગર્લ્સ સ્કૂલમાં ધો-10માં 72% સાથે પોરબંદરની પોલીટેકનીક કોલેજમાં ડિપ્લોમા સિવિલ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યો હતો. ત્યાર બાદ સતત મહેનત કરી મોરબીની લગધીરસિહજી એન્જિનિયરિંગ કોલેજમાં ડીગ્રીના અભ્યાસક્રમમાં ઉચ્ચતર અભ્યાસમાં એડમીશન મેળવ્યું હતું. ત્યારે આ યુવતીને એન્જિનિયર તરીકે ઉત્તિર્ણ થવા ઉપરાંત કોલેજમાં સિવીલ વિભાગમાં પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યું હતું.

વિદ્યાર્થીની એ એન્જીનીયરીંગ કોલેજ માં મેળવ્યો ગોલ્ડ મેડલ
author img

By

Published : May 22, 2019, 5:27 AM IST

જિલ્લાની મોહિની સુરેશભાઈ વારા નામની યુવતીને સફળતા મળતા માતા મનિષાબેન અને પિતા સુરેશભાઈ વારા પોતાની આંખમાં હર્ષના આસુંને રોકી શક્યા ન હતા. સિવિલ એન્જિનિયર તરીકેની જ્વલંત સફળતા મેળવનાર મોહિનીએ સફળતાનો શ્રેય માતા પિતાને આપ્યો હતો અને વિદ્યાર્થીઓને પોઝિટિવ થીંકીંગનો સંદેશો પાઠવ્યો હતો.

વિદ્યાર્થીની એ એન્જીનીયરીંગ કોલેજ માં મેળવ્યો ગોલ્ડ મેડલ

આ બાબતે વારા પરિવાર સાથે કોળી સમાજનું પણ નામ રોશન કરવા બદલ કોળી સમાજના આગેવાનો અને વિવિધ સંગઠનો અને શુભેચ્છકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

LOCATION_PORBANDAR 

રાણાવાવ ની વિદ્યાર્થીની એ એન્જીનીયરીંગ કોલેજ માં મેળવ્યો ગોલ્ડ મેડલ

રાણાવાવ ગામની  મોહિની સુરેશભાઈ વારા નામની યુવતી શહેર ની મજીઠીયા ગર્લ્સ સ્કૂલમાં ધો ૧૦મા ૭૨% સાથે પાસ કરી અને પોરબંદર ની પોલીટેકનીક કોલેજમાં ડીપ્લોમા સિવિલ અભ્યાસક્રમ માં પ્રવેશ મેળવ્યો હતો.ત્યાર બાદ સતત  મહેનત કરી મોહિની એ મોરબીની લગધીરસિહજી એન્જિનિયરિંગ કોલેજમા સિવિલએન્જીનીયરીંગ ના ડીગ્રી અભ્યાસક્રમ માં ઉચ્ચતર અભ્યાસમાં એડમીશન મેળવ્યું હતું . તેણે શરુઆત થી જ મન લગાવી અને અભ્યાસ શરુ કર્યો હતો  મોહિની એ આ કોલેજમાં સીવીલ એન્જિનિયર તરીકે ઉત્તિર્ણ થવા ઉપરાંત કોલેજમાં સીવીલ વિભાગ મા પ્રથમ સ્થાને આવી ને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો .

સફળતા મળતા મોહિનીના માતા મનિષાબેન અને પિતા સુરેશભાઈ વારા પોતાની આંખમાં હર્ષના આસુંને રોકી શક્યા ન હતા. સીવીલ એન્જિનિયર તરીકે ની જ્વલંત સફળતા મેળવનાર મોહિનીએ  સફળતાનો શ્રેય  માતા પિતાને આપ્યો હતો અને વિદ્યાર્થીઓ ને પોઝિટિવ થીંકીંગ નો સંદેશો પાઠવ્યો હતો  આ બાબતે વારા પરિવાર સાથે કોળી સમાજનું પણ નામ રોશન કરવા બદલ કોળી સમાજના આગેવાનો અને વિવિધ સંગઠનો અને શુભેચ્છકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા  હતા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.