- પોરબંદર સહિત 5 જિલ્લાના 56 ગામડાઓમાં રમત-ગમતના મેદાન વિકસાવવામાં આવશે
- ગ્રામ્ય રમત ગમત વિકાસ યોજના અંતર્ગત પોરબંદરમાં ઝોન 7 ની મિટિંગ યોજાઈ
- ગુજરાત સરકાર દ્વારા સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના માધ્યમથી મેદાનને વિકસાવવામાં આવશે
પોરબંદર: સરદાર પટેલ રમત ગમત સંકુલ, ગ્રામ્ય રમત-ગમત વિકાસ યોજના અંતર્ગત ઝોન-7 ખાતે મીટિંગ યોજાઇ હતી. જેમાં પોરબંદર, જૂનાગઢ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લાના પ્રતિનિધિ સહિત કોર્ડીનેટર ઉપસ્થિત રહ્યા હતા અને આ જિલ્લાના 28 તાલુકાના 56 ગામડાઓમાં ગ્રામ્ય કક્ષાના મેદાનો વિકાસ કરવા મીટિંગમાં જણાવ્યું હતું.
આ યોજના અંતર્ગત નિયુક્ત કોચ દ્વારા જે ગામડાઓની પસંદગી થઇ હતી, તે ગામડાઓમાં ગુજરાત સરકાર દ્વારા સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના માધ્યમથી વિકસાવવામાં આવશે. તેમ કોઓર્ડિનેટર ચંદ્રેશભાઇ હેરમાએ જણાવ્યું હતું.